• ફરિયાદ નોંધાયાને 72 કલાક બાદ પણ હજુ સુધી કોઈની ધરપકડ ન થઈ હોવાનો આક્ષેપ : જિલ્લા કલેકટરને અપાયું આવેદન

જૂનાગઢના યુવાનને માર મારવાના પ્રકરણમાં 48 કલાકમાં કાર્યવાહી નહિ થાય તો આંદોલન કરવાની જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેઓએ ફરિયાદ નોંધાયાને 72 કલાક બાદ પણ હજુ સુધી કોઈની ધરપકડ ન થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું છે.

આવેદનમાં જણાવાયુ હતું કે ગુજરાત રસજયમાં ગુંડાઓ બેફામ બન્યા છે. ફિલ્મોમાં જે રીતે ગુંડારાજ દર્શાવાતું હોય તે રીતે થયું છે. ગુજરાતમાં ગુંડાઓ દ્વારા અવાર નવાર અનુ.જાતિ.ના લોકો ઉપર અમાનવીય વ્યવહાર કરવામાં આવે છે. જૂનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકી 30 મે 2024ના રોજ રાત્રે 11 વાગ્યે કાળવા ચોક પાસે પોતાના 6 વરસના પુત્ર સાથે પસાર થતો હત.  ત્યારે એક કારે જોખમી રીતે પસાર થઈ બ્રેક મારી હતી. સંજયે કાર ચાલકને સરખી રીતે કાર ચલાવવા કહ્યું. બસ, આવું કહેવાય જ કેમ? કારમાંથી ઈસમો નીચે ઊતર્યા. થોડીવારમાં બીજી કાર આવી.

10 ઈસમોએ ઝઘડો શરુ કર્યો ત્યાં સંજયના પિતા રાજુભાઈ આવી ગયા. કારમાં ગણેશસિંહ બેઠો હતો. તે રાજુભાઈને ઓળખતો હોવાથી એ સમયે સમાધાન થયેલ. એ પછી રાત્રે પોણા ત્રણ વાગ્યે સંજય પોતાનું મેટરસાયકલ લઈને ઘેર જતો હતો ત્યારે દાતાર રોડ પર ગણેશસિંહ અને તેની ગેંગના ઈસમોએ પોતાની કાર ફૂલ સ્પીડમાં ચલાવી સંજયની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી જેથી સંજય રોડ પર પછડાયેલ. કારમાંથી પાંચ ઈસમોએ ઉતરી લોખંડના પાઈપ વડે સંજયને માર માર્યો. એ દરમિયાન બીજી બે કાર ત્યાં આવી. તેમાંથી કેટલાંક ઈસમો નીચે ઊતર્યા અને સંજયને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગોંડલ ગણેશસિંહના ગણેશગઢ-ફાર્મમાં લઈ ગયા. તેમાં એક પોલીસ વાળો હતો તેણે સંજયને કારમાં માર મારેલ અને જાતિ સૂચક ગાળ આપી.  સંજયને ગણેશસિંહની ઓફિસમાં લઈ ગયેલ. ત્યાં પાંચ છ ઈસમો પિસ્તોલ અને લોખંડના પાઈપ સાથે હાજર હતા. તેમણે ગણેશના કહેવાથી સંજયના કપડાં કાઢી નાખ્યા, અને આડેધડ ઢીકાપાટુનો માર મારેલ. અને માફી મંગાવેલ. માફીનો વીડિયો ઊતારેલ. ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જૂનાગઢ કોંગ્રેસ એનએસયુઆઈમાંથી રાજીનામું આપવા ધમકી આપેલ. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી 10 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી.  પોલીસે આ ફરિયાદ 31 મે 2024ના સવારના કલાક 9.30 વાગ્યે નોંધી હતી. છતાં પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કડક કાર્યવાહી નહિ થાય તો જૂનાગઢ બંધનું એલાન આપવામાં આવશે અને ગોંડલમાં સંમેલન બોલાવવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.