જંગલેશ્વર વિસ્તારમાં વધુ એક વખત ગાંજો પકડાયો: રિમાન્ડ પર લેવા તજવીજ
શહેરના ગંજીવાડા વિસ્તારમાંથી નામચીન વૃધ્ધાને ભક્તિનગર પોલીસે રૂ. ૪.૧૪,૪૦૦ની કિંમતના અઢી કિલો ગાંજા સાથે ધરપકડ કરી ગાંજો કયાંથી લાવી તે અંગેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે. ગાંજાના ગુનામાં જેલમાંથી છુટી ફરી ગાંજાનું વેચાણ કરવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમંથી પ્રાપ્ત વિગત મુજબ જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતી ગાંજાનું વેચાણ કરવાના ગુનામાં ઝડપાયેલી અમીનાબેન હમીદ સુણા નામની ૬૪ વર્ષની વૃધ્ધા ગાંજાનું વેચાણ કરતી હોવાની બાતમીના આધારે ભક્તિનગર પી.આઇ. વી.કે. ગઢવી અને રાઇટર નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂ.૧૪,૪૦૦ની કિંમતના અઢી કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે.
અમીના સુણા ગાંજો કયાંથી લાવતી અને કોને વેચાણ કરતી તેમજ તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિશેષ વિગતો મેળવવા પી.એસ.આઇ. ડી.એન.વાંજા સહિતના સ્ટાફે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
ગત વર્ષે જ ગાંજા સાથે અમીના સુણાની પોલીસે સવા કિલો ગાંજા સથે ધરપકડ કરી હતી અને તેની પુત્રી મદીના તેમજ જમાઇ ઉસ્માન જુણેજા પણ ગાંજા સાથે પોલીસ ચોપડે ચડી ચુકયાનું બહાર આવ્યું છે.