કાલાવડના એક વૃદ્ધા ગઈકાલે પોતાના જમાઈની ભાણેજ સાથે જામનગર આવ્યા પછી પરત કાલાવડ જતી વેળાએ વિજરખી ગામ ઉતરી ગયા હતા જ્યાંથી તેઓએ નજીકમાં આવેલા ડેમ પર પહોંચી પાણીમાં ઝંપલાવી આત્મહત્યા વ્હોરી લીધી છે. ઉપરાંત ધ્રોલના મોટા વાગુદળના એક ખેડૂતે આર્થિક સંકળામણથી કંટાળી ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે. તેમજ સામાન્ય બોલાચાલી પછી મોટી બહેનની આત્મહત્યાના કારણે વ્યથિત નાની બહેને ગળાફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું છે તથા ભાટિયાના એક યુવાને ઝેરી દવા પી મોત મીઠું કરી લીધું છે.

ધ્રોલ તાલુકાના મોટા વાગુદળમાં રહેતા મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ.૪ર)એ મોટા વાગુદળની સીમમાં આવેલી પોતાની વાડીમાં ચાલુ વર્ષે વાવેતર કરવા માટે પ્રયત્નો શરૃ કર્યા હતા તેના માટે મનસુખભાઈએ વીજળીનું જોડાણ મેળવવા ઉપરાંત બિયારણની પણ વ્યવસ્થા કરવાની તજવીજ કરી હતી, પરંતુ વીજળીનું જોડાણ મળ્યું ન હતું કે બિયારણ ખરીદવા માટે પૈસાનો જોગ થયો ન હતો આથી આર્થિક સંકળામણના કારણે વ્યથિત બનેલા મનસુખભાઈએ ગઈકાલે રાત્રે પોતાની વાડીમાં આંબલીના ઝાડમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેની જાણ થતાતેમના મોટાભાઈ જયસુખભાઈ મગનભાઈએ પોલીસને વાકેફ કરી હતી. ધ્રોલના એએસઆઈ એચ.એચ. પઠાણે મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ શરૃ કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.