મામલતદારને આવેદનપત્ર આપ્યું: પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી

હળવદ : હળવદમાં  ખેડૂતોએ પાક વીમા મુદ્દે સરકાર સામે મોરચો માંડ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહીને પાક વીમા મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવીને પાક વિમાનું પ્રીમિયમ ભરવા છતાં પાક વીમો ન મળવા અંગે ભારે રોષ વ્યકત કર્યો હતો.આ તકે પાલ આંબલિયા અને રતનસિંહ ડોડીયાએ હાજર રહી પાક વીમા મુદ્દે સરકારની આકરી ઝાટકણી કાઢી આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

7537d2f3 11

હળવદમાં પાક વીમા મુદ્દે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈને ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ,હળવદ તાલુકામાં મોટાભાગના ખેડૂતો અતિવૃષ્ટિ અને માવઠાના કારણે પાયમાલ થઈ ગયા હતા.જેમાં મગફળી અને કપાસના પાકને મોટાપાયે નુકશાન થયું હોય અને એનું વીમા કવચ મેળવ્યું હોવા છતાં આજદિન સુધી ખેડૂતોને વિમાની રાતી પાઇ પણ મળી નથી.જોકે પાક વીમા કંપની પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડ લાઈનમાં બંધાયેલી છે.આમ છતાં પાક વીમા કંપનીઓ મનમાની ચલાવીને ખેડૂતોને અન્યાય કરી રહી છે.જોકે ખુલ્લેઆમ પાક વીમા કંપની ખેડૂતો સાથે અન્યાય કરી રહી હોવાનું દેખાઈ છે છતાં સરકાર કેમ મોન છે અને સરકારનું આવું વલણ તેમને શંકાના દાયરામાં લાવે છે.ત્યારે સરકાર ખેડૂતોનું ખરેખર હિત વિચારતી હોય તો તાકીદે ખેડૂતોને પાક વીમા મામલે યોગ્ય ન્યાય આપે તેવી માંગ કરી છે.હળવદમા ગુજરાત કિશાન સંગઠનના નેજા હેઠળ પાકવિમા મુદ્દે મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં તાલુકાના ખેડુતોએ આવેદન આપ્યું હતું જેમાં પંથકમાં ૧૪૦ ટકાથી વધારે વરસાદ પડયો છે છતાં પણ પાકવિમા કંપનીએ સર્વે કરવામાં ઠાગાઠૈયા તેમજ પાકવિમા નહીં ચુકવણી થતાં આજે ગુજરાત કિશાન સંગઠન સાથે ખેડૂત આગેવાન પાલ આંબલીયા, રતનસિંહ ડોડીયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં અને પાકવિમા મુદ્દે ગાંધીનગર સુધી લડી લેવાની તૈયારી દર્શાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.