ગયા અંકમાં જાણ્યું કે અર્જુન પોતાની સામે ઊભેલા પોતાના શ અને અધારીસ્વજનોને જોઈને મોહવશ ઈ જાય છે. મોહવશ યા પછી અર્જુનની શું પ્રતિક્રિયા હતી તે હવે આપણે આ અંકમાં જોઈશું.
હવે અર્જુન શું બોલ્યો તે જાણીએ.
અર્જુન બોલ્યો હે કૃષ્ણ! યુદ્ધની ઇચ્છાવાળા ઉપસ્તિ આ સ્વજનોને જોઈને મારાં અંગો શિલિ ઈ રહ્યાં છે. મોં સુકાઈ રહ્યું છે. મારા શરીરમાં ધ્રુજારી અને રોમાંચ ઈ રહ્યો છે. હામાંીગાંડીવ ધનુષ સરી રહ્યું છે. ત્વચા બળી રહી છે. હું ઊભો રહેવાને પણ સર્મ ની. જોણે મન ભમે છે. (ગીતા ૧/૨૮-૩૦)
વળગેલા મોહની આ પ્રતિક્રિયા હતી. લાગણીઓએ જોર જમાવ્યું. વિચારો વિકૃત ઈ ગયા. પરિણામે શરીર ઉપર વિકૃત અસરો જણાવા લાગી. સશક્ત અંગો ઢીલાંપડ્યાં. વીરશ્રીીશોભતું મુખારવિંદ શુષ્કતાનેપામ્યું. પડછંદ કાયાની અડગતાકાંપી ઊઠી. મહાધનુર્ધરમાં ધનુષ ધરવા જેટલીય ધીરજ ન રહી. સંતાપની આગ રોમરોમ વ્યાપી ગઈ અને મજબૂત મને સંતુલન ગુમાવ્યું.
જીવનની વાસ્તવિકતાને સમજવા આ ઘટનાનું વધુ ઊંડાણી ચિંતન કરવું જોઈએ.
મોહને સીધે-સીધો સમજવો મુશ્કેલ છે, પરંતુ અંદરના વિચારો ઉપર યેલ અસરને આધારે તેને સમજી શકાય છે. અને તે અસરગ્રસ્ત વિચારો જ પછી સ્ૂળ રૂપે પરિણમી બાહ્ય શરીરને પ્રભાવિત કરી મૂકે છે. આમ આંતરિક પરિબળો અને બાહ્ય શરીર એ બંનેનો પરસ્પર સંબંધ નબળાં હતાં? કેમ તેનું મુખ અચાનક જ સુકાવા લાગ્યું? શું તેના માટે આ સર્વપ્રમ યુદ્ધ હતું? શું તે ડરપોક હતો એટલે રણમેદાનેધ્રૂજવા લાગ્યો? કેમ એકદમ જ ઉપાડેલું ધનુષ ભારે ઈ પડ્યું ને હામાંી સરી ગયું? એવાં કયાં પરિબળો ભાગ ભજવી ગયાં તે અર્જુન જેવા અર્જુનની આવી દશા ઈ ગઈ? પ્રત્યુત્તર છે આંતરિક આવેગો. કળા પ્રાપ્ત કરવી સારી બાબત છે. કોઈ સંગીતકાર બને, કોઈ ચિત્રકાર બને, કોઈ વિજ્ઞાનના ક્ષેત્રે સજ્જ ાય, કે પછી કોઈ રમત-ગમતમાં નામ કાઢે. જેમ અર્જુને અહીં અ-શની વિદ્યામાં કીર્તિમાનોસપ્યાં છે. આમ છતાં આ બધી કળાઓને માત્ર આવડત કહેવાય. કેવળ આવડતોકેળવવાી કામ પતી જતું ની. આંતરિક આવેગો સામે ઝઝૂમવું જુદી વાત છે, ગમે તેવી અને ગમે તેટલી આવડતો ધરાવનાર મનુષ્ય પણ પોતાની પ્રકૃતિમાંીજન્મેલાઆવેગોને જ વશ ઈ જતો દેખાય છે. પછી આવડત પડી રહે છે ને આવેગો મેદાન મારી જાય છે. પરિણામે ક્યારેક જાણે-અજાણે ને કરવાનું પણ ઈ જાય. ગુસ્સે ઈ જવાય. ન લેવા જેવી પ્રતિજ્ઞાઓલેવાઈ જાય. વાણીમાં કુત્સિતતા આવા જાય. ઝઘડાળુ ઈ જવાય. નિર્ણય લઈ ન શકે. કાંઈ સૂઝે નહીં. સુનમુન ઈ જાય. ખાવું ભાવે નહીં અવા તો ખા ખા જ કરે. કોઈની સો બોલવું ગમે નહીં અવા તો બબડ્યા જ કરે. સૂએ તો નિદ્રા ન આવે અવા તો ઊંઘ્યા જ કરે. આવું વારંવાર ાય એટલે શરીર પર નવા નવારોગોનું આક્રમણ વા લાગે. શરીર નબળું પડી જાય. કાંઈ કામ કરવાનું મન જ ન ાય. કંટાળો આવે. સહિષ્ણુતા ઘટી જાય. ક્યાંય ગમે નહીં. કોઈ ગમે નહીં અને અર્ધબળ્યાકાષ્ઠની જેમ ઘૂંઘવાયો ઈ ફર્યા કરે. રઘવાયોઈ જાય. જીવવા જેવુંય લાગે નહીં. તેી ક્યારેક આવેગવશ ઈ આપઘાત પણ કરી બેસે. આવું તો કેટલુંય ઈ શકે. વળી ક્યારેક પોતાી ઈ શકે એવી બાબતો માટે પણ આ કામ મારાી નહીં જ ઈ શકે એવી લઘુતાગ્રંિ અઠંગ અડ્ડોજમાવી બેસે. એમાંી જ પછી ધીરે-ધીરે આ કામ કરવા જેવું જ ની એવો આભાસ પણ વા લાગે અને એને સાબિત કરવાના પ્રયત્નો વા માંડે. આમાંી ઘણા અનુભવો આપણને વારંવાર તા હશે. અર્જુનને આજે કાંઈક એવું જ યું છે. તેનામાં છુપાયેલામોહે અચાનક આક્રમણ કરી તેના વિચારોનેનબળા કરી મૂક્યા. અને એ વૈચારિક નબળાઈએ શરીરને બળહીન, અસ્વસ્ અને કંગાલ બનાવી મૂક્યું. તેને આંતરિકઆવેગોનું ગ્રહણ લાગ્યું છે.
આમ અહીં આપણે મોહગ્રસ્તઅર્જુનનીપ્રતિક્રિયાઓ જોઈ. આગામી અંકમાં આપણે જોઈશું કે ઉપરોક્ત પ્રતિક્રિયાને કારણે અર્જુન આવેગમાં આવીને કેવા નિર્ણયો લે છે.