૨૩ વર્ષની પાંડા હાઈઝિએ સરસ મજાના એક માદા અને એક નર બચ્ચાને જન્મ આપ્યો બીજીવાર ટિવન્સ અવતર્યા
‘વર્યોવૃધ્ધ પાંડાએ જોડકાં બચ્ચાને જન્મ આપ્યો છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ૨૩ વર્ષિય પાન્ડાએ તેની ઔલાદમાં વયોવૃધ્ધ ગણાય. જેમ માણસ ૮૦ વર્ષે વયોવૃધ્ધ ગણાય તેમજ સમાન વય પાન્ડામાં ૨૩ વર્ષ ગણાય છે. મતલબ કે પાન્ડાની જાતમાં ૨૩ વર્ષ અને માણસમાં ૮૦ વર્ષની ઉંમર બંને એક સમાન ગણાય તેથી જ વયોવૃધ્ધ ૨૩ વર્ષિય પાન્ડાએ સ્વસ્થ જોડકા (ટિવન્સ) બચ્ચાને જન્મ આપ્યો તે વિસ્મય પમાડે તેવી વાત છે. ઝૂ કીપરે જણાવ્યું હતુ કે, અમને આવી આશા જ ન હતી કે અમારા સંગ્રહાલયને એક સાથે બે નવજાત બચ્ચા મળશે. આનાથી ઝૂ સ્ટાફમાં આનંદની લાગણી પ્રસરી છે.આ માદા પાન્ડાનું નામ હાઈઝી છે. તેણે ૧૭૫ ગ્રામની માદા અને ૧૨૩ ગ્રામના નર બચ્ચાને જન્મ આપ્યો છે. હાઈઝિ તેના જીવનના અંતિમ પડાવ તરફ ગતિ કરી રહી છે. ત્યારે ઝૂમાં નર પાન્ડા સાથેના સંવનથી તેને સારા દિવસો રહ્યા હતા. આ પહેલા હાઈઝી ૧૯ વર્ષની હતી. ત્યારે પણ તેણે સરસ મજાના ટિવન્સને જન્મ આપ્યો હતો.આ બચ્ચા પણ અત્યારે ચીનની રાજધાની બિજિંગના ઝૂની અત્યારે શોભા વધારી રહ્યા છે.