ઉમર અને જ્ઞાન મેળવવામાં કંઇ લેવા દેવા ન હોય કોઇ પણ ઉમરે જ્ઞાન મેળવવા અભ્યાસ કરી શકાય તેવી એક ઘટના દિલ્હી હાઇકોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલ દ્વારા સામે આવી છે. ૭૭ વર્ષની ઉમરની વૃધ્ધાએ એડવોકેટ બનવા માટે પોતાને અભ્યાસ કરવા માટે જાહેર હિતની અરજી દ્વારા કરી બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલા નિયમમાં ફેરફાર કરવા દાદ માગી છે.
બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના એલએલબીના અભ્યાસ ક્રમમાં પ્રવેશ મેળવવા અંગે વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેના કારણે ૭૭ વર્ષની વૃધ્ધાને એલએલબીમાં પ્રવેશ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવા પડતા વૃધ્ધાએ દેશની વડી અદાલતમાં દાદ માગી માત્ર કાયદાનું જ્ઞાન મેળવવા માટે જ નહી પરંતુ તેણીએ પોતાના સ્વર્ગસ્થ પતિની મિલ્કતના કેસ લડવા માટેનું કૌશલ્ય પણ મેળવ્યું હતુ. આ વૃધ્ધાએ અલગ અલગ લો કોલેજમાં એડમીશનની તજવીજ કરી હતી પરંતુ ઉમરના કારણે તેણીને પ્રવેશ ન મળતા આ મુશ્કેલીનો સામનો કરવા વૃધ્ધાએ કાનૂની જંગ છેડી કાનૂનના અભ્યાસ પુર્ણ કરવા બંધારણ કલમ ૧૪ અને ૨૧નો જીવન જીવવાનો અધિકારનો ભંગ થતો હોવા અંગેની કોર્ટમાં અરજી કરી દાદ માગી હતી.
વાંચવું અને જ્ઞાન મેળવવું એ દરેક માટે અબાધિત અધિકાર છે. તેના માટે ઉમરની કોઇ મર્યાદા ન હોય મુદે તેણીએ પરિપત્ર નંબર નંબર ૬ અંગે તા.૧૭-૯-૧૭ના રોજ અધિનિયમ ૨૮ની જોગવાય ૩ અને કાયદા નંબર ૧૧ હેઠળ કાયદાકીય જ્ઞાન અને અભ્યાસ કરવા માટે અધિનિયમ ૨૦૦૮ને અવેજ સાબીત કર્યુ છે.
આ વૃધ્ધાએ ઉમર અને જ્ઞાન મેળવવાના બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલા નિયમને પડકાર ફેકતા કરેલા દાવા મુજબ બંધારણીય અધિકાર રહ્યાનું સાબીત કરી દીધું છે. દરેક વ્યક્તિ કોઇ પણ ઉમરે અભ્યાસ અને જ્ઞાન મેળવવા હકકદાર છે.
અભ્યાસ કરવા માટે કોઇ ઉમરનો બાધ હોતો નથી વાંચવું, લખવું અને જાણકારી મેળવવી તે દરેક વ્યક્તિઓને બંધારણી અધિકાર રહ્યો છે. ત્યારે વૃધ્ધાએ ૭૭ વર્ષની ઉમરે કાયદા અંગેનો અભ્યાસ કરી શા માટે એડવોકેટ ન બની શકાય તે અંગે વિસ્તૃત દલીલ સાથે દાદ માગી અંતે સફળતા મેળવી છે.