વજન વધારાની સમસ્યા માટેનો રામબાણ ઇલાજ : સૂકામેવાનું સેવન
રોગપ્રતકારક શક્તિ વધારવાની શ્રેષ્ઠ ઋતુ એટલે શિયાળો .શિયાળામાં જો સ્વાસ્થ્ય પર વધુ ભાર મૂકવામાં આવે તો આખા વર્ષમાં કોઈ પણ પ્રકારની શરીરમાં તકલીફ પડતી નથી. રોગપ્રિકારક શક્તિ વધારવાનો ઉતમ ઉપાય છે સુકામેવાનું સેવન કરવું. સુકમેવામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને ફાઇબર હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
સુકામેવા ડાયાબિટસ, હદયને લગતી બીમારી અને કબજિયાત મટાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.સુકામેવા વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે. સુકામેવામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે.લોકોમાં એવી માન્યતા છે કે સુકામેવાથી વજન વધે છે પરંતુ સૂકમેવામાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. નીચેની માહિતી દ્વારા જોઈએ સુકામેવા સ્વાસ્થ્ય માટે કેમ ઉપયોગી છે:
૧. બદામ
બદામ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી ડ્રાયફ્રુટ છે. બદામ ભૂખને કંટ્રોલ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. બધામાં કેલેરી ઓછી હોય છે અને બધાંને ખાવાથી ભૂખ પણ ઓછી લાગે છે.૧૦૦ ગ્રામ બદામમાં ફકત ૫૭૬ કિલો જ કેલેરી હોય છે.
૨.કીસમીસ
જો વજન ઘટાડવો હોય તો કીસમીસ સેવન સર્વશ્રેષ્ઠ છે.કીસમીસમાં થોડી માત્રામાં આયોડિન હોય છે.૧૦૦ ગ્રામ કીસમીસમાં ફકત ૦.૫ ગ્રામ ફેટ અને ૨૯૯ કિલો કેલેરી હોય છે.
૩.પિસ્તા
પિસ્તાનું સેવન કરવાથી શરીરમાં બ્લડશુગ્ર કંટ્રોલ કરી શકાય છે. પિસ્તામાંથી ભરપૂર માત્રામાં વિટામિન અને પ્રોટીન મળે છે.પિસ્તા હાઈફાઇબરથી ભરપૂર હોય છે જે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે અને ડાયટમાં પણ મદદરૂપ થાય છે.
૪.કાજુ
કાજુમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે વજન ઘટાડવામાં ખૂબ અસરકારક છે. કાજૂમાં મેગ્નેશિયમ અને કાર્બોહાઈડ્રેટ હોય છે જે શરીરમાં ચરબી અને ચયાપચયની ક્રિયાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવાની પ્રક્રિયાને વેગ આપે છે.
૫. ખજૂર :
ખજૂર સ્વાદથી ભરપૂર અને વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ છે.આ એટલા માટે છે કારણ કે ખજૂર ઉચ્ચ ફાઇબર સામગ્રી હોય છે .ખજૂરના સેવનથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. વિટામિન બી 5 એ તમારી સ્ટેમિના વધારવા માટે જાણીતું છે.ખજૂર શરીરમાં વિટામિન બી 5ની ખામીને પૂરી કરે છે.