રણકાંઠામાં અગરીયાઓ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત
ધ્રાંગધ્રા, પાટડી ઝીંઝુવાડા સહિતનો વિસ્તાર રણકાંઠા વિસ્તાર છે. જેથી અહિ મીઠુ પકવવાનો ઉધોગ કરતા અગરીયાઓ પોતાનુ પેટીયુ રડી જીલનનુ ગુજરાન કરે છે સરકારની તમાણ સુવિધાથી લગભગ વંચીત આ અગરીયાઓને શિક્ષણ હોય કે અન્ય પ્રાથમિક સુવિધા હોય તેઓના સુધી પહોંચતી જ નથી. ત્યારે મીઠુ પકવી પોતાનુ જીવન ગુજારનાર અને પોતાનુ તમામ જીવન રણકાંઠામા વિતાવનાર મહેનતી અગરીયાઓને આ વર્ષે થયેલા મુશળધાર વરસાદે રોટલો છીનવી લીધો હોય તેવી પરીસ્થિતી છે. રણકાંઠામા અગરીયાઓને જો વાત કરીએ તો વર્ષોથી માઠું પકવતા અગરીયાઓ વષઁના આઠેક મહિના ધોમધખતા તાપમાં નીચે રણકાંઠામા મીઠાનો ઉધોગ કરે છે પરંતુ આ વર્ષે થયેલા મુશળધાર વરસાદે સમગ્ર રણકાંઠો દરિયામા પરીવર્તીત કરી દીધો છે. જેથી હવે રણમાં મીઠુ પકવવા નિર્માણ કરતા માટીના પાટા ધોવાઇ ગયા છે. વળી વરસાદી પાણીના લીધે કેટલાક લોકોને બચી ગયેલા માટીના પાનામાં મજુરી કામ કરવા જવુ પણ મુશ્કેલી બની છે. આ મુશ્કેલીનો કારણ પાણી છે જેમા દરિયામાં પરીવર્તીત થયેલા રણમા પાણી ભરેલું હળવદ, ધ્રાંગધ્રા તથા પાટડી તાલુકાના ગામ જેમા જોગી, ટીચર, મિયામી, અજીતગઢ સહિત ગામોમા વસવાટ કરતા અગરીયાઓને રણમાં પાણી અને કાર ગાંધીને સામે કાંઠે જવુ પડે છે. રણમાં પીવાના પાણીની પણ સુવિધા ન હોય જેથી આ મજુર વર્ગને પોતાના માટે પીવાનુ પાણીનુ વાસણ ખભે ઉચકીને ચારથી પાંચ કિમી કારણ ગાંધીને સામે કાંઠે પેટીયુ રડવા જવુ પડે તેવી પરિસતી છે. છતા મહામહેનતે રણકાંઠાના ત્રણ હજારથી પણ વધુ લોકો મીઠુ પકવવા જરૂરી કરવા જાય છે પરંતુ સામે કાંઠે પહોંચવામાં જ સવારથી નિકળેલા અગરીયાઓને પહોચતા બપોર પડી જાય છે વળી સાંજે દિવસ આથમ્યા પહેલા પોતે પાછુ જવુ પડે છે જેથી દિવસ દરમિયાન કુલ બેથી ત્રણ કલાક જ કામ કરી પાછા ફરવું પડે છે. જેના લીધે પોતાની રોજગારી કમાવવા માટે ખુબ જ તકલીફ વેઠવી પડે છે. જોકે રણકાંઠાના અગરીયાઓ દ્વારા આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીને રજુવાત કરતા રણકાંઠાના તમામ અગરીયાઓને પોતાનો પ્રશ્ન રજુ કરવાનો એક કાર્યક્રમ હાલમાં જ ગાંધીનગર ખાતે રખાયો હતો. ત્યારે અગરીયાઓ દ્વારા પોતાની વ્યથા જણાવતા કહે છે કે તેઓને સરકારની કોઇ સુવિધા નથી જરુર બસ સરકાર તેઓને આજીવિકા અને ગુજરાન માટે મદદ કરે તો પણ સરકારનો તેઓ આભાર વ્યક્ત કરશે.