બજારમાં રૂ.૧૦ થી લઈને રૂ.૧૦૦૦ સુધીની વિવિધ પ્રકારની સુગંધ ફેલાવતી અગરબત્તીઓ ઉપલબ્ધ છે: ૧૦મીનીટ ચાલતી પાંચ ઈંચથી માંડી ૭૨ કલાક સુધી ચાલતી ફેન્સી મસાલા અગરબતીનો ક્રેઝ પણ જોવા મળે છે: અતર રૂ.૨૫૦થી રૂ.૧૫૦૦૦થી ૨૦૦૦૦ સુધીનાં ભાવે વેચાઈ છે
અબતક,રાજકોટ
ભકતો ભગવાનને રીઝવવા પુજા-પાઠતો કરે જ છે. પરંતુ અગરબતી ધૂમ, ગૂગળ કી વાતાવરણને સુગંધથી આહલાદક બનાવે છે. આજે સુગંધીઓનાં શોખીનો મોંઘાભાવની તો મધ્યમ વર્ગ પણ નાની રેન્જમાં ભગવાનને સવાર-સાંજ અગરબતી પ્રગટાવી પ્રાર્થના કરતા હોય છે. અગરબતીઓ આજે ઘણી ફલેવરમાં ઉપલબ્ધ બની છે અને અલગ અલગ પ્રાઈઝમાં વેચાણ થતુ હોય છે. બજારમાં સામાન્ય રૂ.૧૦ થી લઈને રૂ.૧૦૦૦ સુધીની સુગંધીદાર અગરબતીઓ મળે છે. આ ઉપરાંત પાંચ દસ મીનીટ થી લઈ ૭૨ કલાક સુધી ચાલે તેવી અગરબતીઓ પણ શહેમાં મળી રહી છે. સામાન્ય કાંડીથી લઈ પાંચ ઈંચની અગરબતીઓ પણ વેચાઈ રહી છે. અને ભકતો તેને હોંશભેર ખરીદી રહ્યા છે. તો ચાલો શહેરનાં અગરબતીનાં વેપારીઓ પાસેથી જાણીએ સુંગધીદાર અગરબતીઓની ડિમાન્ડ, પ્રાઈઝ, ફલેવર એવું ઘણુ બધુ…
હાલ ગૂગળ, સુખડની અગરબતીઓ પર વધુ પસંદગી ઉતારતા લોકો: જીગર ડાંગર
જીગર ડાંગર જનક એજન્સીએ અબતક સાથે ખાસ મુલાકાત દરમ્યાન જણાવ્યું કે અમારી આ પેઢી જનક એજન્સી પરાબજાર રાજકોટમાં ૫૫ વર્ષથી કાર્યરત છે. અગરબતીનાં ઉપયોગની વાત કરીએ તો ભગવાનની પૂજા અર્ચના કરવામાં મનનો જે ભાવ છે.
હાલમા અત્યારે અગરબતીની વાત કરીએ તો સેન્ટેટ અગરબતી અને પરફયુમ ટાઈપની જેને આપણે સ્પ્રે કહીએ એ ટાઈપમાં સાવ ઈજી ફોર્મેટમાં ઉપલબ્ધ છે. જેમ કે ગુગર, શુખર, મસાલાબતી પાઉડર વાળી જે ને કહે છે આ બધી અગરબતીઓ ને નેચરલ અગરબતી કહેવામાં આવે છે. હવે વાત કરીએ તો જે દૂપ બતી બ્લેક (કાળો) કલરની હોય છે. તમે જોયું જ હશે એ સેન્ટટેડ પરફયુમ ખરી તરીકે પણ લોકપ્રસિધ્ધ છે હવે જનરલી વાત કરીએ તો અત્યારે બજારમાં લોકોની પસંદગી બદલતી હોય છે. માણસો પોતાના શોખ પ્રમાણે પસંદગ કર્તા હોય છે. હંમેશા લોકો નવુ નવુ માંગતા હોય છે. લોકો ગુગળ વાપરશે. સુખડ વાપરશે, જેવી મીઠી અગરબતીઓ વધુ લેવાની પસંદ કરશે જે લોકોને નેચરલ ફલેવર ગમતી હશે તે નેચરલ ફલેવર લેશે હવે જયારે પફયુમની વાત કરીએ તો પ્રફર્યુમ એ છે કે જેમાં સુગંધનો ભાગ વધારે હોય છે. જયારે વાત કરીએ તો મસાલા અગરબતી પાઉડર વાળી હોય છે. જેમાં મધ, ખાંડ અને બધી નેચરલ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે. જયારે ધૂપ છે જે અમારી કંપનીજેમાં એલચી લવીંગ, પાંદડીથી માંડીને બધી નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરી બનાવવમાં આવે છે. જેના ઉપયોગથીતમને સુગંધની ઈફેકટ આવે છે વાત કરીએ તો લાબા સમય સુધી ચાલી શકે તેવી અગરબતીમાં ૫૫૫ કેશર ચંદન, જેવી અગરબતીઓ ઉપલબ્ધ છે.
અમારે ત્યાં ત્રીસ થી બત્રીસ કલાક ચાલી શકે એવી પણ અગરબતીઓ હાજરમાં જોવા મળશે. જેનો વજન આશરે આઠ કિલો જેટલો અને ૯ ફૂટ જેટલી લંબાઈ હશે ભીના તથા સુકા ધ્રુપની વાત કરીએ તો બંને ધુપો પાઉડર ફોર્મમાં જ હોય છે. જયારે સુકા ધુપમાં ઓઈલનું પ્રમાણ આવતુ નથી.
હિન્દુ લોકો ગુગળ, મુસ્લિમો લોબાન અને હનુમાનજીના ભકતો જાસ્મીનની સ્મેલ વધુ પસંદ કરે છે: પ્રફુલભાઈ પરિયા
પ્રફુલભાઈ હેમતભાઈ પરિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે તેઓ ૫૦ વર્ષથી અગરબતીનાં બિઝનેસ સાથે જોડાયેલા છે. માણસો બધી અલગ અલગ પ્રકારની અગરબતીઓ ખરીદે છે. જેમકે સેન્ટેટ, મસાલા એવી બધી, જેવી જેની પસંદ અગરબતીના પ્રકારોમાં ૧૦ રૂપીયાના બોકસ, ૧૦ રૂપીયાના પાઉચ, એનાથી મોંઘા જીપર પાઉચ, ડબ્બા પેકીંગ બને છે. ગુગળની, લોબાનની, ધોળાપતી, મસાલા બતી, કેન્ડી અગરબતી એવી અગરબતીઓ બને છે. દરરોજના ઉત્પાદનની વાત કરૂ તો અમારૂ બહુ નાનુ કામ છે. બોવ મોટુ નથી તેમ છતા રોજનું ૨૦ થી ૨૫ હજારનું પ્રોડકશન કરીએ છીએ વાત કરીએ તો પહેલા કરતા અત્યારના જમાનમાં અગરબતીઓનું સ્તર ઘણું નીચુ જાતુ રહ્યું છે. અગરબતીનાં બેઝની વાત કરીએ તો અગરબતીમાં અત્યારે બ્લેકનું પ્રમાણ ખૂબ જ વધારે જોવા મળે છે. જયારે કાળી બતીનું મેજર ચલણ વધારે જોવા મળે છે. જયારે મસાલાબતીની ડિમાન્ડ વધતી જાય છે. જયારે ભવિષ્યમાં જેને સારો માલ વાપરવો છે એ મસાલાબતી અને ફલોરાબતી ખરીદશે અમારૂ મુખ્ય ઉત્પાદન મસાલાબતીનું છે. મસાલાબતીમાં જેમાં નેચરલગમ,નેચરલ ગુગળ, નેચરલ રોબાન, અમુક નેચરલ ઝાડના રસ અને સારામા સારા પાઉડર ભેળવીને અગરબતી બનાવીએ છીએ ધુપ અગરબતીમાં સ્ટીક એવરેજ ૨ ગ્રામની હોય છે ૧૦૦ ગ્રામના પેકેજમાં ૫૦ કાંડી આવે છે. આમ જોવો તો મજા જાડીબતીની જ આવે છે જે જે અગરબતીમાં નેચરલ ગમ વાપરવામા આવે છે એવી અગરબતી હંમેશા ભીની અગરબતી કહેવામાં આવે છે પ્રફયુમસના મહત્વની વાત કરીએ તો જે મસાલાને લીફટ કરે છે અને બ્રનીંગ તાકાત વધારે હોય છે. જેથી સ્મેલનું પ્રમાણ અતી તીવ્ર હોય છે.
અગરબતીનાં પ્રકારમાં માવાની વાત કરીએ તો માવો રોબતીમાં કોલસો, જીગર, વુડ પાઉડર, વાપરીએ છીએ મસાલામાં ઘણી બધી જાતના નેચરલ પાઉડર , દેશી ઐસળીયા, પ્રફયુમ વાળી, નેચરલ ગર્મ્સ, ગુગળ, લોબાન વાપરીને બનાવવામાં આવે છે. હવે અગરબતીના હર્બ્સની વાત કરીએ તો સૌ પ્રથમ બેંગ્લોરથી શઆત થઈ ત્યાર પછી અમદાવાદનું નામ ધીમેધીમે આગળ વધતુ જાય છે.
કહેવાય છે કે અગરબતીનાં ધંધો ઉધારીનો ધંધો છે. અગરબતીની અસરોની વાત કરીએ તો મેન્યુફેકચરીંગના ધંધાર્થીઓ પર રોકાણોનું પ્રમાણ ઘણુ વધી જાય છે.
બધા ધર્મના લોકો અલગ અલગ પ્રકારની અગરબતી લેવાનું વધુ પસંદ કરે છે. હિન્દુ, ગુગળ, મુસ્લીમ લોકો લોબાન, જયારે હનુમાનજીના ભકતો જાસ્મીનની સ્મેલ વધુ પસંદ કરે છે. જયારે અમારી એવ-વન પ્રોડકટમાં સુગંધ અમારી પોતાની હોય છે. કોય પણ વસ્તુ બારથક્ષ લેતા નથી
અત્યારે નેચરલ અગરબતીમાં પણ સ્મેલનું પ્રમાણ ઘણુ વધારે: જીગર પંચામીયા
જીગર પંચામીયા સાગર અગરબતી સેન્ટરએ અબતક સાથે થયેલી મુલાકાત દરમ્યાન જણાવ્યુંકે તે સાગર અગરબતી સેન્ટર નામની શોપ છેલ્લા પચીસ વર્ષથી ચલાવી રહ્યા છે. જેમાં તે સાત વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. અગરબતીની વાત કરીએ તો પરફયુમની, ફલાવર્સ ફગૃન્સ, ફલોરાબતી, મસાલા અગરબતી, ધુપસ્ટીક, ધુપ જેવી અગરબતી અહી જોવા મળે છે. અમારે ત્યાં બ્રાન્ડેડ કંપનીની વાત કરીએ તો મોગરો, ગુલાબ, ચંદન, સુખ્ડ, પરફયુમ ફલેવરની તથા ચાર્લી જેવી બ્રાન્ડેડ કંપનીની ધુપબતી જોવા મળે છે. વાત કરીએ તો ધુપ બતીનો ઉપયોગ નવરાત્રીમાં કરતા હોય, જેમાં લોકો ગુગળ, પંચાગ, દશાંગ, પાંદળીયો ધુપ, જેવી અગરબતી અહીથી ખરીદી છે. હવે જયારે ઓઈલ અને પરફયુમ ફેગેન્સની વાત કરીએ તો પફયુમ ફેગેન્સમાં ઓઈલ અને પફયુમ ફ્રેગૃન્સ આવે અને ધુપ અગરબતીમાં એ નેચરલ બત્તી આવે એમાં કોઈ પણ જાતનું કેમીકલ ન આવે આમા નેચરલ સ્મેલ આવે છે.
અત્યારે લોકોમાં પફયુમની અગરબતી લેવાનું વધારે પસંદ કરે છે. પણ ઘણી પબ્લીકને નેચરલ બત્તી પણ વધુ પસંદ પડે છે. કેમકે આમા નેચરલી સ્મેલનું પ્રમાણ ઘણુ વધારે આવે છે. અત્યારે નોરમલ વ્યકિતતો ડેઈલી વપરાશ માટે ઝીયર પેકીંગમાં વધારે લેવાનું પસંદ કરે છે. જેમકે ૧૫૦ ગ્રામ, ૨૦૦ ગ્રામ, ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ પેકીંગ લેવાનું લોકો વધુ પસંદ કરે છે.
અગરબતીની મશીનરી આવ્યા પછી ઉત્પાદન અને વેચાણ ખુબ વઘ્યું: જયરાજ મહેતા
જયરાજ મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જય અગરબતી અમારી આ પેઢી છેલ્લા ૬૦ વર્ષ જુનીછે. જયારે અગરબતીનીવાત કરીએ તો અગરબતી મશીનરી આવ્યા પછી ઉત્પાદનમા ઘણું સરળ થઇ ગયું છે. વેચાણ વધયું છે. જયારે વાત કરીએ તો આ આધુનીક ટેકનોલોજી આવ્યા પછી મજુર વર્ગને કોઇ લાંબો ફેર નથી પડતો, મશીનરી આવયા પછી મજુરને અને મશીનરીને કોલેટી, પ્રોડકશન જે થાવું જોઇ તેના કર્તા પણ વધારે સહેલાઇથી થવા લાગ્યું છે.
સ્ટ્રીક ધુપ અને પાઉડરની વાત કરીએ તો બધી ઉડ પાઉડરની બનેલી હોય છે નેચરલમાં કાંઇ કેમીકલ કે પ્રર્ફુયમનો ઉપયોગ થતો ન હોય જયારે રંગબેરંગી કલર અગરબતીની વાત કરીએ તો કલર અને સુગંધ સાથે કોઇ નિસ્બત નથી પણ એનાથી લુકવાઇઝ દેખાવ માટે જ બનાવવામાં આવે છે. અમારી શોપ પર દરેક પ્રકારની કલર બતી, મસાલા બતી, પ્રફર્યુમ બતી, દરેક રેન્જ અને કવોવેટી વાઇઝ અનગણત અગરબતીઓ અહીં જોવા મળે છે. આમ તો અમે ઘણી બધી બ્રાંડની અગરબતીઓનું વેચાણ કરીએ છીએ. અમારી પોતાની મેન્યુ ફેકચરીન બ્રાંચ છે તથા સાઇકલ અગરબતી, જનક અગરબતી, પ્લસ બેગ્લોરની નામાંકીત દરેક કંપનીની અગરબતીઓ રાખીએ છીએ દરેક કંપનીની અગરબતીઓ રાખીએ છીએજયારે અમારી પોતાના મેન્યુ ફેકચરી ધુપબતીની વાત કરીએ તો ડિલક્ષ અગરબતી, ફેસ્ટીવલ અગરબતી, લહેર અગરબતી જેવી ૧૨૫ થી ૧૩૦ વેરાઇટીઓ અહી ઉપલબ્ધ છે.
યંગ સ્ટર્સની સાથે સિનીયર સિટીજનો પણ ફેગ્રેન્સ લેવાનું પસંદ કરે છે: શ્રવણ નથવાણી
શ્રવણ નથવાણી અબતક સાથે થયેલી ખાસ મુલાકાતે જણાવ્યું કે વીએનએસ મારી પોતાની ઈન હાઉસ બ્રાન્ડ છે. જેમાં અમારૂ પોતાનું મેન્યુફેકચર કરીએ છીએ જયારે પરફયુમની વાત કરીએ તો ઘણી બધી જાતના પરફયુમમા ઘણી ફ્રિગેન્સ હોય છે. જેમાં સિદ્રેર્સ, ફલોરર્લ્સ, ફૂર્ટી, ફ્રેસ, વુડી, મસ્કી આ રીતની અલગ અલગ ફિગૃર્ન્સ આવતી હોય છે. જયારે પરફયુમ બધી જ એજના લોકો વધુ પસંદ કરે છે. વધારે પડતાયંગસ્ટર્સની વધારે પસંદ કરે છે. સિનિયર સિટિઝન પણ ફ્રેગૃર્ન્સ લેવાનું પસંદ કરે છે. તેમના માટે અલગ, સ્મુત, ડિસન્ટ સિમ્પિલ ટાઈપની રેન્જ હોય છે. જયારે ફેન્સી, ફ્રેન્સ, ઈગ્લિશ, ફિમર્ન્સ યંગસ્ટર્સ વધારે પ્રિફર કરે છે. જયારે વીએનએસમાં અરમાની, ગુચી, શિને, બરિબરી, આ બધી જ બ્રાન્ડ અહી જોવા મળે છે. અત્તરને ઓઈલ કહેવામાં આવે છે. અને પરફયુમને સ્પીરીટ તથા ઓઈલ કહેવામાં આવે છે.
કલરફુલ અગરબતીની સુગંધ સ્ટ્રોંગ અને સાઈડ ઈફેકટ વધુ: નરેન્દ્ર ખત્રી
નરેન્દ્ર ખત્રી સુરભી ફેગ્રર્ન્સ એ અબતક સાથે વાતચીત દરમ્યાન જણાવ્યું કે તે સુરભી ફ્રેગ્રન્સ નામની સોપ છેલ્લા ૮ વર્ષથી ચલાવી રહ્યા છે.
એમણે અગરબત્તી વિશે જણાવ્યું કે રૂ.૧૦ થી લઈ રૂ.૧૦૦૦ સુધીનાં અગરબત્તીનાં પેકેટ દુકાન પર જોવા મળે છે. જયારે એમણે અગરબતીનાં ફલેવરની વાત કરી કે જેમાં ગુલાબ, મોગરો, કેવડો, ચંપા, અરબી સુગંધ, હીના, મસ્ક, કસ્તુરી, વાઈટકડ આ બધી સ્મેલ અલગ અલગપ્રકારે આવે છે. કસ્ટમર અમારે ત્યાંથી અરબી સ્મેલ લેવા માટે વધુ આકર્ષિત થયા છે. સુકા ધુપ તથા ભીના ધુપ વચ્ચેના ડિફરર્ન્ટની વાત કરીએ તો સુકાધુપમાં સ્મેલ હોય અને વધારે પડતુ દેરાસરમાં વપરાતા હોય, જેમાં બાંમ્બુ સ્ટીકનો વપરાશ કરતા હોય છે ત્યારે ભીનાં ધુપમાં સ્મેલનું મહત્વ એટલુ વધારે હોતુ નથી જેમાં ધુપનું મહત્વ હોય છે. કલર ફૂલ અગરબતીની વાત કરીએ તો અમે ઓછી માત્રામાં રાખીએ છીએ કલરફૂલ અગરબતીની સાઈડ ઈફેકટ વધુ થાય છે. એની સ્મેલ બહુ સ્ટ્રોંગ હોય છે. પણ અત્યારના સમયમાં ગ્રાહકો લાઈટ સ્મેલ લેવાનું વધુ પસંદ કરે છે. અને સ્વીટ સુગંધ વધુ પસંદ કરે છે.
અમારે ત્યાંથી પલ, મહેક, પાંદડી, ગુગળ, લોબાન જેવી અગરબતીનું વેચાણ: ચેતન તન્ના
ચેતનભાઈ તન્ના ચેતન સેલ્સ એજન્સી સી.ડી. બ્રધર્સ અગરબતીવાળાએ અબતકની મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ કે અગરબતીની બજારમાં રાજકોટનો ક્રેઝ સારામાં સારો સેલીગ વારો છે. અમારે ત્યાં સારામાં સારી ધુપબતીમાં પલ, મહેક, પાંદડી, ગુગર, લોબાન, ફલોરાબતી ધુપ સ્ટીક જેવી અગરબતીઓનું અહી વેચાણ કરવામાં આવે છે. આ ધંધો અમારા બાપુજી વખતનો છેલ્લા ૫૦ વર્ષ જુનો છે. ધુપ અગરબતીમાં મહત્વના વાત કરીએ તો આ બંને એક જ વસ્તુ છે. ધુપ સ્ટીકમાં સ્ટીકનો આવે.
લાંબો ટાઈમ ચાલે એવામાં ૧૫ થી ૨૦ મીનીટ સુધી ચાલતી હોય છે. ઘણી અગરબતી નોરતામાં હોય તે દોઢથી ૨ કલાક કે પાંચ કલાક જેટલી વાર ચલાવવાની હોય છે. ત્યારે લોંગસ્ટીક અગરબતી વધારે ચાલે છે. બાકી રેગ્યુલર અગરબતી ચાલે ભીનો,સુકા ધુપની અગરબતીની વાત કરીએ તો તેમાં સુગંધતો સરખી જ આવે પણ ધુપમાં સુકો ધુપ ડાયરેકટ સળગાવી શકાય.
મશાલાબતીના પ્રકારે જોઈએ તો મધ, રાડ, ઓશળીયાળ જેવી અગરબતીઓ આવે છે. મસાલા અગરબતીમાં ફર્લો વધારે આવે છે. સેન્ટમા નોર્મલ આવે છે. કાચી અગરબતી અને પાકી અગરબતીના ફરક વિશે જોઈએ તો કાચી અગરબતીમાં કોલસી, જીગેટ અને ભૂછ પાઉડરમાંથી બને છે. અને તેને પલાળો ડિએપીમાં અને અગરબતીની અંદર કોઈ નુકશાન થતા હોય એવા પદાર્થ આવતા જ નથી લોકો ખોટા વિડિયો વાયરલ કરી અફવા ફેલાવે છે.
જયારે ધર્મની વાત કરીએ તો આપણા હિન્દુ ધર્મ ધુપસ્ટીક સેન્ટેડ અગરબતી, મસાલા અગરબતીએ આપણા હિન્દુમાં વપરાય છે. અને સળી વગરની ધુપસ્ટીક બધા જૈન લોકો વાપરે છે. અને લોબાન મુસ્લીમ લોકો વાપરે છે. જયારે પોલીસ્ટીકની વાત કરીએ તો અગરબતીમાં ૫% જીએસટી લગાવવામાં આવ્યો છે. જે રેગ્યુલર છે. હવે જયારે ઈનયોર એકસપોટની વાત કરીએ તો પહેલા ખાલી બેંગ્લોરથી થતુ હતુ ને હવે અમદાવાદ, મુંબઈ, નાગપુ, રાજકોટ બધા શહેરોમાંથી હવે એકસપોર્ટ થવા લાગ્યુ છે.
અજમલ બ્રાન્ડના પરફયુમ ચામડીની એલર્જી વાળા પણ લગાવી શકે છે: વિજય મારૂ
વિજય મારૂ અજમલ પરફયુમ જેઓની અજમલ ૧૯૫૧થી કંપની છે. દુનિયાની સારી પરફયુમ બ્રાન્ડ છે. અત્યારની જનરેશન એરેબીકસ અને ઠંડી પસંદ કરે છે અત્યારે જે પરફયુમ બને છે. અને સ્ક્રીન ને નુકશાન ન કરે તેવી હોય છે. શરીર પર લગાવવાનું હોય છે. ત્યારે સો ટકા એ પરફયુમ જ હોય છે. શરીરને નુકશાન કરવાનું કારણ એ છે કે નોનબ્રાન્ડેડ કોઈપણ નોનબ્રાન્ડેડ પરફયુમથી નુકશાન થાય છે. અજમલ બ્રાન્ડેડે એમાં પણ અજમલ બ્રાન્ડના પરફયુમ ચામડીની એલર્જી વાળા પણ લગાવી શકે છે.
પરફયુમ બોટલની સ્મેલ અને આકાર, કલર, પરથક્ષ જ ફેગરન્સની ખબર પડી જાય છે. માટે અલગ અલગ આકારની બોટલ હોય છે. જયારે એરોમેટીક કેમીકલની વાત કરીએ તો એરોમેટી ઓઈલ અલગઅલગ બધા યુઝ કરતા હોય છે.
અમારી પાસે પાંચ પ્રકારના પરફયુંમ ઉપલબ્ધ છે. પ્લેસ, યુડેકકોન, યુડેટોયલેટ, યુડે પરફયુમને ૧૦૦% પરફયુમ એટલે (અત્તર) અજમલની બ્રાન્ડ ઈડી ટોયલેટ બનાવતી હોય છે. ને કાતો ઈડી કોલમ બનાવતી હોય છે.
પર્યાવરણનું જતન કરવામાં યુવાઓ અગ્રેસર
આર.કે. યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ અબતક, રાજકોટ
આરકે યુનિવર્સિટી આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલનાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું. લવિંગ, બીજોરા લીંબુ, ફાલસા, તમાલપત્ર, રુદ્રાક્ષ, રામફળ, હનુમાનફળ, સુગંધિવાળો, પીપર, સોપારી, સિંદૂરી, એલચી વગેરે વૃક્ષોનું વાવેતર કરીને વિદ્યાર્થીઓ દ્વારા દરેક વૃક્ષનું યોગ્ય રીતે જતન કરવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો.
વૃક્ષારોપણ દરમ્યાન ડેનિશભાઈપટેલ (એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ, આરકે યુનિવર્સિટી), એન.એસ.રામાણી (રજીસ્ટ્રાર, આરકે યુનિવર્સિટી) અને ડો. પુષ્પલતા કામ્બલે (પ્રિન્સિપાલ) હાજર રહ્યા હતા. ડો.પુષ્પલતા કામ્બલેએ આયુર્વેદમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને દવાઓ માટે અને પ્રકૃતિમાં વનસ્પતિઓનું અગણિત મહત્વ સમજાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આરકે યુનિવર્સિટીનું ગ્રીન કેમ્પસ સરકાર દ્વારા રાષ્ટ્રીય સ્તરે સન્માનીત થયેલું છે જેને યુવા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ અને સમજદારીપૂર્વક જાળવીને પર્યાવરણની શુદ્ધતા જાળવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.