જસપ્રીત અને ભુવનેશ્વરને ટીમમાં સ્થાન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ત્રીજી મેચ પૂણેમાં રમાશે. મહારાષ્ટ્ર કિક્રેટ એસો.સ્ટેડિયમમાં આવતી કાલે મેચ રમાવાની છે. પ્રથમ બે મેચમાં એક મેચમાં ભારતે જીત મેળવી છે. જ્યારે બીજી મેચ ટાઈ રહી છે. બીસીસીઆઇએ બાકી રહેલી ત્રણ મેચ માટે ગુરુવારે ભારતીય ટીમનું એલાન કર્યું હતું. ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પૂણેમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ પ્રથમ વન ડે છે. પૂણેમાં અત્યાર સુધીમાં ત્રણ વન ડે થયા છે. જેમાંથી ઈગ્લેન્ડ સામે બે અને એક ન્યૂઝીલેન્ડ સામે જીતી લીધા છે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની એક મેચમાં ભારતનો પરાજય થયો હતો.
સિરીઝમાં રમવામાં આવેલા મેચમાં ચાર વખત ૩૦૦થી વધારે સ્કોર નોંધાયેલો છે. એવી આશા રાખવામાં આવે છે કે પૂણેના મેદાન પર ફરી એક વખત મોટો સ્કોર નોંધાશે. બેટિંગ માટે આ મેદાન બેસ્ટ છે. ભારતનો આ મેદાન પર સૌથી વધુ રનનો સ્કોર ૩૫૬-૭ નોંધાયેલા છે.
આ જ મેદાન પર રમાયેલી ત્રણ મેચમાં બે ખેલાડીઓએ સદી ફટકારેલી છે. વિરાટ કોહલી અને કેદાર જાઘવે તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ ઈગ્લેન્ડ સામે સદી ફટકારી હતી આ મેદાન પર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારનો ઘમઘમાટ જોવા મળ્યો છે. બુમરાહે ૨ મેચમાં ૪ વિકેટ લઈને સફળ બોલિંગ કરી હતી. જ્યારે ભુવનેશ્વર કુમારે આ જ મેદાન પર ત્રણ વિકેટ ઝડપી હતી.