આરક્ષણ સહિત વિવિધ માંગોના કારણે મરાઠા ક્રાંતિ મોર્ચાએ ગુરુવારે સુર્યોદયથી સૂર્યાસ્ત (સાંજે 6 વાગ્યા)સુધી મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. આ દરમિયાન માત્ર દૂધ અને મેડિકલ જેવી જરૂરી સેવાઓ જ ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પુણે સહિત રાજ્યના ઘણાં જિલ્લામાં સ્કૂલ-કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Internet services have been suspended in 7 tehsils of Pune district- Shirur, Khed, Baramati, Junnar, Maval, Daund and Bhor, as a precautionary measure. #MarathaReservation
— ANI (@ANI) August 9, 2018
પુણેમાં અમુક ખાનગી કંપનીઓએ પણ રજા જાહેર કરી દીધી છે. બંધ દરમિયાન મરાઠાઓને હિંસાથી દૂર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પુણેના સાત જિલ્લા શિરુર, ખેડ, બારામતી, જુનાર, માવલ, ડુંડ અને ભોરમાં આજના દિવસ માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
Following statewide bandh called by Maratha Kranti Morcha over demand for #MarathaReservation, Buses of Maharashtra State Road Transport Corporation, not plying as a precautionary measure in Pune pic.twitter.com/FDbs4VoCfO
— ANI (@ANI) August 9, 2018