દરેક વિધાનસભા બેઠક પર પાંચ ઈવીએમ અને વીવીપેટની સરખામણી કરવાના સુપ્રીમના હુકમ અંગે ફેર વિચારણા માટે રજૂઆત
વિશ્વની સૌથી મોટી લોકશાહી માન ધરાવતા ભારતમાં લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ૧૭મી સાંસદ અને વિધાનસભાની પેટા ચૂંટણી સહિતની ચૂંટણી પ્રક્રિયામાં પરિણામમાં વધુ પારદર્શકતા લાવવા માટે ઈવીએમની સાથે વીવીપેટ કાપલી ઓની ગણતરી જ પ્રમાણ વધારવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના પ્રમુખ અને ચંદ્રબાબુ નાયડુ અને બીન એનડીએ ગઠબંધનના નેતાઓએ બુધવારે સુપ્રીમ કાષર્યમાં ગુહાર લગાવી એ્રપીલ ૮ના રોજ વીવીપેટ સ્લીપની ગણતરી અંગેના નિર્ણયમાં દરેક વિધાનસભામાં એકના બદલે પાંચ ઈવીએમની વીવીપેટ કાપલીઓ સાથે ગણતરી કરવાના નિર્ણયની ફેર વિચારણા કરવા દાદ માંગી છે.
દેશના વિપક્ષે ઓછામાં ઓછા ૫૦% ઈવીએમને વીવીપેટ કાપલીઓ સાથે જોડીને ગણતરી કરવાની માગ કરી છે. પંચે આ ગણતરીનું પ્રમાણ ૦.૪૪% થી વધારી ૨૨૦ કર્યું છે તે કોઈપણ સંજોગોમાં પુરતુ અને યોગ્ય નથી ૮મી એપ્રીલના રોજ સુપ્રિમ કોર્ટે દરેક વિધાનસભા મતક્ષેત્રમાં એકના બદલે પાંચ ઈવીએમની વીવીપેટની કાપલીઓ સાથે ગણતરી કરવાનો નિર્ણય કર્યો હતો.
વિપક્ષે પ્રથમ તબકકાના મતદાનથી ચૂંટણીમાં ગેરરીતિના સંભવની શકયતા જણાવી ધારાશાસ્ત્રી એમ.એન. સંઘવીએ દાવો કર્યો હતો કે કેટલીક ગેરરીતિ સામે આવી હતવી. અને મતદાર મત એક પાર્ટીને આપે તો તે બીજી પાર્ટીને ચાલ્યું જતુ હોવાનું બાબતો સામે આવી હતી જોકે આવી ઘટનાઓમાં ઈવીએમની ક્ષતિના કારણે મતદાન રદ કરવાની ફરજ પડે છે. જયારે રાજકીય પક્ષોના સંતોષ માટે મતગણતરીમાં વીવીપેટની સંખ્યા વધારવા ૮મી એપ્રીલ આદેશ કરીને એકના બદલે પાંચ મશીન સાથે વીવીપેટ જોડવાનો નિર્ણય લીધો હતો.
સુપ્રિમ કોર્ટના આ આદેશ સામે ચંદ્રબાબુ નાયડુની આગેવાનીમાં વિપક્ષે ફરીથી કોર્ટમાં દાદ માંગીને આ સંખ્યા વધારવા માંગ કરી છે. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય વીસ નેતાઓએ ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં ૮ એપ્રીલના વીવીપેટ અંગેના ચૂકાદાને પુન: વિચારણામાં લેવાની માંગણી કરી છે.