હાઈકોર્ટે રાજય સરકારને નોટિસ કરીને જવાબ રજૂ કરવા તાકિદ કરી
કોંગ્રેસના તાલાલા બેઠકના ધારાસભ્ય ભગાભાઈ બારડને ખનીજ ચોરીના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટે કરેલી સજાના પગલે કરેલી બરતરફી સામે અને સ્ટેના મામલે ભગાભાઈ બારડે હાઈકોર્ટમાં ફરી દાદ માંગી છે.
૧૯૯૫ના ખનીજ ચોરીના કેસમાં સુત્રાપાડા કોર્ટના આદેશ સામે સ્ટેની સેશન્સ કોર્ટે અરજી નામંજૂર કરતા ભગાભાઈ બારડે હાઈકોર્ટમાં દાદ માંગી હતી સેશન્સ કોર્ટે આ મુદે સ્ટે આપ્યોહતો. પરંતુ આ મુદે રાજય સરકારે હાઈકોર્ટમાં સ્ટે સામે વાંધો ઉઠાવ્યો હતો. અને હાઈકોર્ટે સ્ટે હટાવવાની અરજી સ્વીકારી લીધી હતી અને પેટા ચૂંટણી સુધી રાખવા ઈન્કાર કરી લીધો હતો. સુપ્રીમ કોર્ટમા પોતાના ધારાસભ્યપદની યથાવત સ્થિતિ જાળવી રાખવા પણ દાદ માંગી છે.
સેશન્સ કોર્ટે બારડને સ્ટે આપ્યો હતો પરંતુ રાજય સરકારે આ મામલે હાઈકોર્ટમાં જઈ સ્ટે હટાવવાના આ મામલે હવે સરકાર અને બારડ હાઈકોર્ટના સામસામે આવી ગયા છે. આ મુદે હાઈકોર્ટે રાજય સરકારને નોટીસ કરીને જવાબ આપવા તાકીદ કરી છે.