ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી અને અમેઠીના અપક્ષ ઉમેદવારે આક્ષેપ કર્યો કે રાહુલ બ્રિટીશર
નાગરિકતા વિશે ઉભા થઈ રહેલા સવાલો વિશે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ આપી છે. ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે ૧૫ દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. સ્વામી ઘણાં સમયથી આરોપ લગાવી રહ્યા હતા કે, રાહુલ બ્રિટિશ નાગરિક છે.
રાહુલની નાગરિકતા વિશે થોડા દિવસ પહેલાં જ અમેઠીના એક નેતાએ પણ સવાલ ઉભા કરીને તેમની ઉમેદવારી રદ કરવાની માગણી કરી હતી.જોકે તપાસ પછી રાહુલ ગાંધીનું ઉમેદવારી પત્ર યોગ્ય જોવા મળ્યું હતું. યોગ્ય તપાસ પછી જિલ્લા ચૂંટણી અધિકારીએ દરેક આરોપ નકારી દીધા હતા.
નાગરિકતા મામલે ડિરેક્ટર બીસી જોશીએ નોટિસમાં રાહુલ ગાંધીને કહ્યું છે કે, મંત્રાલયને ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી પાસેથી ફરિયાદ મળી છે કે, તમે યુકેમાં રજિસ્ટર્ડ ‘બેકઓપ્સ લિમિટેડ’ નામની કંપનીના ડિરેક્ટર અને સચિવ પદે છો. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, કંપનીના ૧૦ ઓક્ટોબર ૨૦૦૫થી ૩૧ ઓક્ટોબર ૨૦૦૬ સુધી વાર્ષિક રિર્ટનમાં તમારી નાગરિકતા બ્રિટિશ અને જન્મતિથિ ૧૯ જૂન ૧૯૭૦ છે.