૧૬મી ફેબ્રુઆરીથી ચાલતા આંગણવાડીઓના હેલ્પર અને વર્કરોના આંદોલનનો સુખદ અંત

રાજકોટ મહાનગરપાલિકાની શહેરના પૂર્વ ઝોન વિસ્તારમાં સ્થિત બાકી રહી ગયેલી તમામ આંગણવાડીઓ પણ આજથી ધમધમવા લાગી શુક્રવારે સાંજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ પૂર્વ ઝોન કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજેલી એક બેઠકમાં આ આંગણવાડીના વર્કર અને  હેલ્પર બહેનો સો સીધો સંવાદ કર્યો હતો અને તેમાં બહેનોની રજુઆતો સાંભળી હતી.

૪૦૦ જેટલા વર્કરો અને હેલ્પરોના તા.૧૬-૨ી ચાલતા આંદોલનને પગલે આંગણવાડીઓના આશરે ૧૦,૦૦૦ જેટલા લાર્ભાથી ગરીબ બાળકો માટેની પૂરક પોષણ આહાર, રસીકરણ, આરોગ્યલક્ષી તપાસ અને પૂર્વ પ્રામિક શિક્ષણ જેવી પાયારૂપ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. દરમ્યાન શહેરના પૂર્વ ઝોનમાં આવતી આંગણવાડીઓ હજુ શરૂ ન્હોતી થઇ. જોકે આશરે સવા સો જેટલા વર્કર  હેલ્પર બહેનોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ બહેનો સો વાતચિત કરી હતી અને તેઓની લાગણી અને માગણી સરકારને પહોંચાડવામાં આવેલ હોવાનું જણાવ્યું હતું.

ઉપરાંત કમિશનરે એમ પણ કહ્યું હતું કે, રાજ્ય સરકારે બજેટમાં આંગણવાડી બહેનોના માનદ વેતનમાં ૧૫ ટકાનો વધારો કરેલ છે અને બજેટ મજુર પણ ઇ ચૂક્યું છે. બહેનોની અપેક્ષા થોડી વધુ હોય તો પણ યુનિયન દ્વારા સરકારમા એ બાબતે રજૂઆત કરવામાં આવી જ છે. ગુજરાતમાં અન્યત્ર આંગણવાડીઓ પૂન: ચાલુ ઇ ચુકી છે ત્યારે રાજકોટના માત્ર પૂર્વ ઝોનમાં આંગણવાડી બંધ ના રહે એ જોવાની ફરજ બહેનોની છે.

કમિશનરે વધુમાં કહ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત સરકારે માનદ વેતનમાં ૧૫ % નો વધારો કરેલ છે જેી સરકારનો હકારાત્મક અભિગમ સ્પષ્ટ થાય છે. હાલમાં આંગણવાડીઓ ખાતે પૂરકપોષણ, પ્રીપ્રાઈમરી શિક્ષણ વગેરે જેવી સેવાઓને અસર યેલ છે. શહેરમાં મોટાભાગની આંગણવાડીઓ ખાતે ઉક્ત સેવાઓ કાર્યરત છે ત્યારે અમુક કાર્યકરો કોઈની ખોટી દોરવણીથી દોરાઈને સેવા પૂરી ન પાડે તે યોગ્ય નથી. કોઈપણ પ્રકારની નકારાત્મક અફવાઓી ન દોરવા સૌને વિનંતી કરવામાં આવે છે. કાર્યકરોની રજૂઆતો અંગે સરકાર હકારાત્મક રીતે સંવેદનશીલ તા પ્રયત્નશીલ છે. જે ધ્યાને લઈ બહેનોએ આંગણવાડી ખાતે નિયત સેવા આપવાનું શરૂ કરી દેવું જોઈએ તેમજ બાળકોના શિક્ષણ તા પોષણને અસર ન પહોંચે તે ધ્યાને રાખી સેવા પર જોડાવા અપીલ કરવામાં આવે છે.

કમિશનરે હવે કોણ કોણ આંગણવાડી શરૂ કરી રહયા છે એવો સવાલ પૂછતા મિટિંગમાં ઉપસ્થિત તમામ બહેનોએ હાથ ઊંચા કરી પૂન: કામ શરૂ કરી દેવાની ખાતરી આપી હતી. અલબત કમિશનરે એ બાબત પણ સ્પષ્ટ કહી હતી કે, આજ હવે જે આંગણવાડી બંધ હશે તેના બહેનોને છુટ્ટા કરી દેવામાં આવશે. આ બેઠકમાં બહેનોએ પગાર નહી કાપવા, અન્ય વધારાના કામ ઓછા કરવા અને જે છ વર્કરોને આંગણવાડીની ફરજમાંથી છુટ્ટા કરવામાં આવેલ છે તેઓને પૂન: કામ પર લઇ લેવા રજુઆત કરી હતી. જે વિશે કમિશનરે એમ કહ્યું હતું કે, આ બંને બબતો અંગે વધુ એક બેઠક યોજવામાં આવ્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.