130 રનના બિલો પાર્ટ્સ કોર ને પહોંચવામાં ગુજરાત ટાઇટન્સ ઉતર્યું, દિલ્હીએ પાવર પ્લેમાં માત્ર 23 રન બનાવી પાંચ વિકેટ ગુમાવી હતી
ઇન્ડિયન પ્રીમિયર લીગની 16 મી સીઝન માં લોસકોરિંગ મેચ પણ ચેસ કરનારી ટીમ જીતીશક્તિ ન હોવાના બે કિસ્સાઓ આ સિઝનમાં જોવા મળ્યા જેમાં અમદાવાદ ખાતે રમાયેલા ગુજરાત અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેન મેચમાં દિલ્હીની ટીમે પાંચ વિકેટે વિજય મેળવ્યો છે. ત્યારે ફરી એકવાર પ્રથમ દાવ લેનારી ટીમ વિજય બની છે દિલ્હી કેપિટલ સર્વિસ ઓવરના અંતે ગુજરાતને જીતવા માટે 131 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ગુજરાતની ટીમ 125 રન જ નોંધાવી શકી હતી અને પાંચ અને તેમનો પરાજય થયો હતો.
મોહમ્મદ શમીની ઝંઝાવાતી બોલિંગ તથા કેપ્ટન હાર્દિક પંડ્યાની અણનમ અડધી સદી છતાં ગુજરાત ટાઈટન્સને દિલ્હી કેપિટલ્સ સામે પાંચ રને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલો મુકાબલો અત્યંત રોમાંચક રહ્યો હતો. જેમાં અંતિમ ઓવરમાં દિલ્હી ટીમે બાજી મારી હતી. આ મેચ લો-સ્કોરિંગ રહી હતી. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, મોહમ્મદ શમીની તોફાની બોલિંગ સામે દિલ્હીના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ અમન હકિમ ખાનની અડધી સદીની મદદથી દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રન નોંધાવ્યા હતા.
જેના જવાબમાં ગુજરાતના બેટર્સનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક પંડ્યા 59 રન નોંધાવીને અણનમ રહ્યો હતો તેમ છતાં તે ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ગુજરાતની ટીમ 20 ઓવરમાં છ વિકેટે 125 રન નોંધાવી શકી હતી. ગુજરાતને જીતવા માટે 9 બોલમાં 30 રનની જરૂર હતી ત્યારે રાહુલ તેવાટિયાએ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારીને ગુજરાતને જીતની નજીક લાવી દીધું હતું. જોકે, અંતિમ ઓવર અનુભવી ઈશાંત શર્માએ કરી હતી. તેણે અંતિમ ઓવરમાં 18 રનનો બચાવ કર્યો હતો અને ગુજરાતને વિજયથી વંચિત રાખ્યું હતું. તરફ ચાલુ સિઝનમાં દિલ્હી કેપિટલ પ્રથમ એવી ટીમ બની છે કે જેને પાવર પ્લેમાં માત્ર 23 રન નોંધાવ્યા હોય અને પાંચ વિકેટ ગુમાવી દીધી હોય.