Table of Contents

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની 1પમી સામાન્ય ચૂંટણી માટેની તારીખોની ધોષણા: પ્રથમ તબકકાનું મતદાન નવેમ્બર માસના આખરી સપ્તાહમાં અને બીજા તબકકાનું મતદાન ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં યોજાશે

મત ગણતરી 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે જ યોજાઈ તેવા સંકેતો

આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કયારે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે? તે ઉત્કંઠાનો આજે બપોરે અંત આવી જશે. કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા આજે બપોરે 1ર કલાકે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે. જેમાં રાજયની 18ર બેઠકો માટે ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અલગ અલગ બે તબકકામાં મતદાન યોજાશે. પ્રથમ તબકકાના મતદાનમાં નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં 29 કે 30 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છની પ4 ઉપરાંત દક્ષિણ ગુજરાતની 3પ બેઠકો માટે મતદાન યોજવામાં આવી શકે છે.

જયારે બીજા તબકકાના મતદાનમાં ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં 4 કે પ ડિસેમ્બરના રોજ ઉતર ગુજરાતની 3ર અને મઘ્ય ગુજરાતની 61 બેઠકો માટે મતદાન  થાય તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. મત ગણતરી હિમાચલ પ્રદેશ વિધાનસભાની સાથે 8મી ડીસેમ્બરે હાથ ધરવામાં આવશે. કમૂરતા પહેલા અર્થાત 14મી ડીસેમ્બર પહેલા રાજયમાં નવી સરકાર સત્તારૂઢ થઇ જશે.

14મી ગુજરાત વિધાનસભાની મુદત આગામી 18મી ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઇ રહી છે. ગત 14મી ઓકટોબરના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હતી સામાન્ય રીતે હિમાચલ પ્રવેશ અને ગુજરાત માટે એક સાથે જ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતી હતી. પરંતુ છેલ્લા બે વખતથી વાતાવરણ સહિતના અનેક પરિબળોને ઘ્યાનમાં રાખી બન્ને રાજયની ચૂંટણી તારીખોનું એલાન અલગ અલગ કરવામાં આવે છે.

રાજયમાં 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીએ આ વખતે નવા 11.62 લાખ મતદારોનો ઉમેરો થયો છે. રાજયમાં 2.53 કરોડ પુરૂષ મતદારો અને 2.37 કરોડ મહિલા મતદારો સહિત કુલ 4.91 કરોડ મતદારો 182 ધારાસભ્યોને ચૂંટી કાઢવા માટે મતાધિકારનો પ્રયોગ કરશે રાજયમાં 1417 ટ્રાન્ઝજોન્ડર મતદારો પણ વછે આજે ચુંટણી જાહેર થતાની સાથે જ રાજયભરમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે. સરકારી કાર્યક્રમો પર બ્રેક લાગી જશે. ખાતમુહુર્ત અને લોકાર્પણ કરી શકાશે નહીં.

આજે બપોરે ચૂંટણીની તારીખ જાહેર થશે દરમિયાન આવતા સપ્તાહથી ચુંટણીનું જાહેરનામું પ્રસિઘ્ધ થાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થઇ જશે. એક સપ્તાહ સુધી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલશે ત્યારબાદ ફોર્મ ચકાસણી, પરત ખેંચવા સહિતની પ્રક્રિયા પૂર્ણ થાય.

બાદ રાજયમાં ચુંટણી પ્રચાર પ્રસારનો માહોલ બરાબર જામશે.

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસર જોવા મળી હતી. રાજયમાં છેલ્લી પાંચ ટર્મથી તોતીંગ બહુમત સાથે સત્તા પર આવતી ભાજપને ગુજરાતમાં 2017માં પૂર્ણ બહુમતનો પ્રાપ્ત થયો હતો. પરંતુ ભાજપની બેઠકો ડબલ ફિઝર સુધી સિમિત થઇ હતી. 182 બેઠકોમાંથી ભાજપને 99 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. માત્ર 14 બેઠકો માટે કોંગ્રેસ સત્તાથી વંચિત રહ્યું હતું.

ગુજરાતના મતદારોનો મિજાજ રહ્યો છે તેઓએ કયારેય ત્રીજા મોરચાને સ્વીકાર્યો નથી પરંતુ ગત વર્ષ યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચુંટણીથી મતદારોનો મિજાજ ફર્યા છે. સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં આપને પણ નોંધપાત્ર મતો મળ્યા હતા. આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં ત્રિપાંખીયો જંગ જામશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ભાજપ ગુજરાત સાતમી વખત જીતશે કે કોંગ્રેસનો ર7 વર્ષનો વનવાસ પુરો થશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આપ પણ મોટું ફેકટર સાબિત થઇ શકે છે

ગુજરાતને ભાજપનો અડિખમ ગઢ માનવામાં આવે છે. લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં ગુજરાતની તમામ ર6 બેઠકો પર ભાજપ વિજેતા બને છે. આટલું જ નહી વિધાનસભાની છેલ્લી છ ચુંટણીથી ભાજપ પૂર્ણ બહુમત સાથે સત્તારૂઢ થઇ રહ્યું છે. ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર બની હતી. ત્યારબાદ 1997, 2002, 2007, 2012 અને 2017 માં ભાજપને ગુજરાતની જનતાનો આશિર્વાદ મળ્યો હતો.

આ વખતે રાજયમાં સત્તા પરિવર્તન ના કોઇ આસાર હાલ વર્તાતા નથી. છતાં મતદારોના મનમાં એક વાત ચાલી રહી છે કે શુ ગુજરાતમાં સાતમી વખત ભાજપ પૂણ બહુમત સાથે સત્તારૂઢ થશે કે કોંગ્રેસમાં ર7 વર્ષનો વનવાસ પૂર્ણ થશે? આમ આદમી પાર્ટી પણ મોટું ફેકટર બની શકે છે.

મોરબી દુર્ઘટના ભાજપ માટે વાતાવરણ બગાડી શકે છે!

2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનની વ્યાપક અસરો જોવા મળી હતી. જેના કારણે ભાજપ ડબલ ફિઝરમાં સમેટાય ગયું હતું. 99 બેઠકો પર જીત મળતા ભાજપ 8 બેઠકોની પાતળી બહુમતી સાથે ફરી સત્તારૂઢ થયું હતું.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપ માટે 2017ની સરખામણીએ માહોલ ખૂબ જ સારો હતો. પરંતુ મોરબીમાં ગત રવિવારે ઝૂલતો પૂલ તૂટવાની ઘટનામાં 136 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. માનવ સર્જીત આ ઘટના બાદ ભાજપ માટે વાતાવરણ થોડુ બગડ્યું છે. મોરબી દુર્ઘટનાની અસર સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો પર પડી શકે છે. તેવી અંદરખાને દહેશત ભાજપને પણ સતાવી રહી છે.

ઉમેદવારો માટે રાત થોડી અને વેષ ઝાઝો જેવો માહોલ

પ્રચાર માટે મળતા સમયમાં 25 થી 33 ટકા સુધીનો કાપ આવે તેવી ભીતિ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સૌથી વધુ ચિંતા ચૂંટણી લડતા ઉમેદવારોને રહેશે. હાર-જીતની બાબત તો એકબાજુ રહી ઉમેદવારોને પ્રચાર-પ્રસાર માટે પણ પુરતો સમય મળશે નહી. પ્રથમ તબક્કાનું મતદાન નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં યોજાવાનું હોય આવતા સપ્તાહે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે.

ફોર્મ ભરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવશે ત્યારબાદ ચારથી પાંચ દિવસ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયામાં નિકળી જશે. ચૂંટણી પંચના નિયમ મુજબ ઉમેદવારને ચૂંટણી પ્રચાર માટે 12 થી 14 દિવસનો સમય મળવો જોઇએ. ફોર્મ પરત ખેંચવા સહિતની પ્રક્રિયા 14 થી 15 નવેમ્બર વચ્ચે પૂર્ણ થશે. ત્યારબાદ ઉમેદવારો પ્રચાર કાર્યમાં લાગી જશે.

વિધાનસભાનો મત વિસ્તાર ખૂબ જ મોટો હોય છે. આવામાં 12 થી 14 દિવસના પ્રચાર સમયગાળામાં તમામ મતદારો સુધી પહોંચવું મૂશ્કેલ બની જાય છે. ઉમેદવારો માટે રાત થોડી અને વેશ ઝાઝા જેવો માહોલ બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.