રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી: સુરેન્દ્રનગરના રામપરા ગામથી ડોર ટુ ડોર ગેરેન્ટી કાર્ડ આપવાના અભિયાનનો કરાવ્યો આરંભ: સુરેન્દ્રનગરમાં સરપંચ-વેપારીઓ સાથે સંવાદ દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાતને ગઢ ફતેહ કરવા પર છે. આપના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે તેઓએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું અને ખેડૂતોને છ આકર્ષક ગેરેન્ટી આપી હતી. દરમિયાન ગઇકાલ રાત્રિથી તેઓનું રાજકોટમાં આગમન થયું છે. આજે તેઓએ પત્રકાર પરિષદને સંબોધી હતી. ગુજરાતની જનતાને આપવામાં આવેલી ગેરેન્ટી ચૂંટણીલક્ષી વચનો નથી પરંતુ ખરેખર ગેરેન્ટી છે. તેવું ભાવપૂર્વક તેઓએ જણાવ્યું હતું. દરમિયાન રાજકોટમાં તેઓએ આમ આદમી પાર્ટીના ગેરેન્ટી કાર્ડનું ડોર ટુ ડોર વિતરણ અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
રાજકોટથી તેઓ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા. તેઓએ સુરેન્દ્રનગર જિલ્લાના રામપરા ખાતેથી ગેરેન્ટી કાર્ડ આપવાના અભિયાનનો આરંભ કરાવ્યો હતો. દરમિયાન તેઓ સુરેન્દ્રનગરમાં જિલ્લાના સરપંચો અને વેપારીઓ સાથે સંવાદ કરશે.
અરવિંદ કેજરીવાલ વારંવાર ગુજરાતની મૂલાકાત દરમિયાન જનતાને આકર્ષીત કરતા વચનો ગેરેન્ટીરૂપે આપી રહ્યા છે. જેનાથી આપનું સંગઠન માળખુ મજબૂત બની રહ્યું છે. કાર્યકરોમાં પણ જબરા ઉત્સાહનું સંચાર થઇ રહ્યું છે.