હિતેશ રાવલ, સાબરકાંઠા:

ગુજરાત સરકારમાં નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળમાં તમામ નવા ચહેરાઓને સ્થાન અપાતા સાબરકાંઠાના પ્રાંતિજ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર મંત્રી પદ માટે શપથ સમારોહમાં હાજર રહેવા ની જાણ કરાતા પ્રાંતિજ તલોદ વિધાનસભાના કાર્યકરો ટેકેદારો તેમજ પરિવારજનોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે

ગુજરાત સરકારના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના શપથ સમારોહ બાદ આજે ૨૩ મંત્રી પદ માટે 23 ધારાસભ્યોને ખાસ જાણ કરાઈ હતી જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજ તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ને પણ વિશેષ આમંત્રિત કરાયા છે સાથે સાથે તેમને મંત્રીપદ ની આગોતરી જાણ કરાતા જિલ્લાના ટેકેદારો કાર્યકરોમાં ભારે ખુશી વ્યાપી છે. ગજેન્દ્ર સિંહ પરમાર તલોદ તાલુકાના વકતાપુર ગામના રહેવાસી છે તેમ જ વકતાપુર ગ્રામ પંચાયતના સરપંચ થી તેમને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.

Screenshot 2 22

જે અંતર્ગત ગ્રામ પંચાયતના સરપંચ બન્યા બાદ તેમને ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકેની કામગીરી પણ અદા કરી છે જોકે સહકારી માળખામાં તેઓ સાબરકાંઠા સહકારી બેંકના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે સાથોસાથ સાબરકાંઠા જિલ્લાના સૌથી મોટા માર્કેટયાર્ડ ગણાતા તલોદ માર્કેટયાર્ડના ચેરમેન ની જવાબદારી પણ બખૂબી નિભાવી છે જોકે 2017 ની વિધાનસભા બેઠક ગજેન્દ્ર સિંહ પરમારે જીતી છે.

જોકે સરળ સ્વભાવ અને હર હંમેશા અન્યની મદદ માટે જાણીતા ગજેન્દ્રસિંહ પરમાર ને મંત્રીપદ આપવાના નિર્ણયથી સ્થાનિકો મારી ખુશી વ્યાપી છે સાથોસાથ આગામી ચૂંટણીમાં ક્રાંતિ વિધાનસભા બેઠક જંગી બહુમતીથી જિતાડવા નો આશાવાદ પણ સેવી રહ્યા છે જો કે પરિવારજનો માટે કલ્પના બહારની ખુશી આજના તબક્કે દેખાય છે પરિવારજનો ખુશીથી એક બીજાનું મોં મીઠું કરાવ્યું હતું સાથે કંકુ તિલક થી ભાજપ સરકારના નિર્ણયને વધાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.