આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની અઘ્યક્ષતામાં કાર્યશાળાનું સમાપન: બે દિવસમાં શું શિખ્યા તેનું પ્રશ્નપત્ર નિકળશે

ગુજરાતના નવનિયુકત ધારાભ્યોને વિધાનસભાની કાર્ય પ્રણાલીથી વાકેફે કરવા માટે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું આજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉ5સ્થિતિમાં સમાપન થશે. કાર્ય શાળામાંથી શું શીખ્યા તેની પરીક્ષા લેવામાં આવશે.

1પમી ગુજરાત વિધાનસભાના 182 ધારાસભ્યો પૈકી 82 ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયને ગૃહમાં આવ્યા છે જેમાં 8 મહિલા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે. જન પ્રતિનિધિઓ ગૃહની કામગીરી અને પ્રણાલીથી વાકેફ થાય તે માટે ગુજરાત વિધાનસભા અને લોકસભા સચિવાલય દ્વારા બે દિવસીય સંસદીય કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેનુ ગઇકાલે લોકસભાના અઘ્યક્ષ ઓમ બિરલાએ આરંભ કરાવ્યો હતો. આજે રાજયપાલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યશાળાનું સમાપન થશે આ તાલીમ શિબિરમાં સભ્યોને અસરકારક ધારાસભ્ય કેમ બનવું ? સમિતિ પ્રણાલી તથા સંસદીય પ્રશ્ર્ન, બજેટ  પ્રક્રિયા, સંસદીય પ્રક્રિયા, જી્ર-ર0માં ભારતની અઘ્યક્ષતા, ગૃહમાં તાકીદની જાહેર અગત્યની બાબતો ઉઠાવવાની પ્રક્રિયા, વિધાનસ મંડળોનું કાર્યકરણ, શું કરવું અને શું ન કરવું,  સંસદીય વિશેષાધિકાર તેમજ આચાર, અને લોકશાહીમાં બંધારણીય સંસ્થાઓનું મહત્વ તથા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આજે બે દિવસીય કાર્યશાળાનું સમાપન થયા બાદ વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા તમામ ધારાસભ્યોની પરીક્ષા લેવામાં આવશે એક પ્રશ્ર્ન પત્ર લેવામાં આવશે જેમાં કાર્યશાળામાંથી ધારાસભ્યો શું શું શીખ્યા તેના અલગ અલગ સવાલો પુછવામાં આવશે. ધારાસભ્યોએ ઓબ્ઝકિટવ ટાઇપ આ પ્રશ્ર્ન પત્રમાં પ્રશ્ર્નના જવાબો  ટીક કરવાના રહેશે. ત્યારબાદ આન્સર કી એક સ્કાન પર મૂકવામાં આવશે જેમાં ધારાસભ્યોએ પોતાની જાતે જ સવાલના સાચા ખોટા જવાબ ટીક કરવામાં આવશે. જો કે ઉતરવહી પરત આપવાની રહેશે નહી. પરિણામ પણ જાહેર કરવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.