એકસીસ આઈડીબીઆઈ અને પી.એન.બી. બેંકના ગ્રાહકોએ એટીએમમાંથી રકમ ઉપાડયા બાદ એરરના બહાને ફરી રકમ મેળવતા નોંધાતો ગુનો

બોટાદ જિલ્લાનાં લાઠીદડ ગામે એસ.બી.આઈ. બેંકના એટીએમમાંથી એકસીસ, આઈડીબીઆઈ અને પી.એન.બી. બેંકના ગ્રાહકોએ એટીએમમાંથી રકમ ઉપાડી લીધા બાદ એરર આવી ગયાની કહી ટાન્ઝેકશનની રકમ પરત મેળવી રૂ.10.67 લાખની છેતરપીંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનના જયપૂરના વતનીઅને હાલ બોટાદના લાઠીદડ ગામે બેંક ઓફ ઈન્ડીયાના મેનેજર તરીકે ફરજ બજાવતા સતપાલ બંસીલાલ મીણાએ એકસીસ, આઈડીબીઆઈ અને પીએનબેંકનાં ગ્રાહકે રૂ.10.67 લાખની છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં લાઠીદડ ખાતે એસ.બી.આઈ.બેંકના એટીએમમાંથી એકસીસ, આઈડીબીઆઈ અને પી.એન.બી. બેંકનાં ગ્રાહકોએ એટીએમ માંથી નાણા ઉપાડી લીધા બાદ એટીએમ સાથે ટેમ્પરીંગ અથવા એરર ઉભી કરી એટીએમ કાર્ડ ધારકે પૈસા મળેલ નથી. તેમના બેંક ખાતામાંથી તે રકમ ડેબીટ થઈ ગયેલ હોવાની બેંકમાં ખોટી ફરિયાદ નોંધાવી ડેબીટની રકમ પરત મેળવી હતી.

પરંતુ એટીએમ કાર્ડ ધારકે કરેલી ફરિયાદ પરથી તપાસ કરતા ટેકનીકલ રિપોર્ટમાં ટ્રાન્જેકશન દરમિયાન કોઈ ફોલ્ટ કે ટેકનીકલ ખામી ઉભી થયેલ નથી. તેવો રિપોર્ટ આવતા જેના આધારે બેંક પાસેથી ખોટી રીતે મેળવેલી રકમ રૂ.10.67 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.