દરેક કૉસ્મેટિક પ્રોડક્ટમાં કેમિકલ પડેલા જ હોય છે, પછી ભલે તે બાળકો માટે તૈયાર કરાયેલા હોય કે મોટા લોકો મોટે. જો આપે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો હોય, તો આપે આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો પડશે કે તેની ત્વચા માટે શું યોગ્ય છે અને શું નહીં ?

બાળકની ત્વચા ખૂબ કોમળ હોય છે. એવામાં આપે તેના શૅમ્પૂથી માંડી માલિશ માટેનાં તેલ સુધીનું ધ્યાન રાખવું જોઈએ. બાળકોને શૅમ્પૂ તથા સાબુ વડે નવડાવવાની યોગ્ય વય અને સમય કયો હોય છે કે જેથી તેમની ત્વચાને કોઈ પણ જાતનું નુકસાન ન થાય?

એમ તો બાળકને આપ થોડાક જ દિવસો બાદ તેમના સાબુ કે શૅમ્પૂ વડે નવડાવી શકો છો, જો બાળક સમય કરતા વહેલા જન્મ્યું હોય તો તેને સાબુ કે શેમ્પુથી ન નવડાવવું જોઈએ.

નવડાવતા પહેલા જ તમામ તૈયારી કરી લો અને પાણી હળવું ગરમ રાખો કે જેથી તેને શરદી ન થઈ જાય. બાળકને અઠવાડિયામાં દરરોજ સાબુ-શૅમ્પૂ લગાવવાની જરૂર નથી, બે થી ત્રણ વાર જ લગાવવું જોઈએ. પ્રોડક્ટની પસંદગી કરતા પહેલા તેની મૅન્યુફૅક્ચરિંગ ડેટ વગેરે સારી રીતે જોઈ લો અને તેમાં રહેલા તત્વો પણ જોઈ લો. તેમજ તમામ નિર્દેશોને સારી રીતે વાંચ્યા બાદ જ તેનો ઉપયોગ કરો.

બેબી સોપ અને શૅમ્પૂ વાપરવાની કેટલીક ટિપ્સ :

1 25 1477374676

જો આપ પ્રથમ વખત બાળકને શૅમ્પૂ કે સાબુ વડે નવડાવવાનાં છો અને આપને ડર છે કે ક્યાંક તેને નુકસાન ન પહોંચે. તો સાબુ કે શેમ્પૂનો ઉપયોગ કરતા પહેલા તેની ત્વચા પર જોઈ લો, જો ત્યાં ઠીક-ઠાક રહે છે, ત્યારે જ ઉપયોગ કરો. લાલ પડતા કે ખંજવાળ થતા આ ઉત્પાદનનો ઉપયોગ ન કરો.

2 25 1477374683

 -6 માસથી નાના બાળકને સાબુની ટિકડીથી રગડીને ન નવડાવવું જોઇએ. સાબુને હાથમાં લગાવી પછી તેને લગાવવો જોઇએ. તેથી તેની ત્વચા પર રગડન નહીં થાય.

3 25 1477374689

– સુગંધ વગરનાં સાબુનો પ્રયોગ કરો. જે સાબુઓમાં સુગંધ હોય છે, તેમાં કેમિકલ વધુ પડેલા હોય છે. આ ઉપરાંત હળવી સુગંધ કે સુગંધ વગરનાં સાબુનો જ ઉપયોગ કરો.

63946f8efe36002ae7034e545e11125d original

-બાળકની ત્વચાને બહુ વધારે રગડવાની જરૂર નથી , કારણ કે તેમની ત્વચા પર ધૂળ જામેલી નથી હોતી. તેને માત્ર માલિશ કરો અને નવડાવો. 

7 ways to bathe your baby right1

-3 વર્ષની ઉંમર સુધી બાળકને બબલ્સ બાથ ન આપો. તેનાથી તેનાં શરીરમાં ચેપ થવાનો ખતરો ઊભો થઈ શકે છે.

અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.