રાજ્યમાં સતત ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. આજે સોમવારે 15 શહેરોમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું જેમાં નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 8.5 ડિગ્રી તાપમાન નોંધાયું તો અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવાર બાદ ઠંડીમાં હજુ પણ વધારો થશે.
ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ: રાજ્યના સાત શહેરોનું તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું
રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો પોરબંદરમાં 13.4 ડિગ્રી, ડીસામાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 13.5 ડિગ્રી, ભૂજમાં 15.6 ડિગ્રી તાપમાન રહ્યું તો ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, સુરેદ્રનગરમાં 15.6 ડિગ્રી, મહુવામાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો વડોદરમાં 16.6, ભાવનગરમાં 17.9, વેરાવળમાં 20 અને દ્વારકામાં 18.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 7 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની કોઇ શક્યતા નથી. જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કરી હતી કે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. અંબાલાલ પટેલના મતે અરબ સાગરમાં વાવાઝોડું ઉદભવશે. જોકે આ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઇ જશે. પરંતુ 14 થી 20 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠું પડશે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, કાલથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પણ પડશે.
ગુજરાતમાં ઉત્તર ઉત્તરપૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. આ કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડી લાગે છે જ્યારે બપોર બાદ તાપમાનમાં ફેરાફાર થઇ રહ્યો છે. ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળે છે. આ સાથે આગામી 2-3 દિવસ તાપમાનમાં કોઈ બદલાવ નહિં આવે. મહત્વનું છે કે, નોર્થ-ઇસ્ટ ગુજરાત તરફથી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.અંબાલાલ પટેલે કહ્યું કે, અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી. આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. તેમણે કહ્યું કે, ઓછી ઠંડીનું કારણ અલનીનો અને નબળા પશ્ચિમી વિક્ષેપ છે.
ક્યાં શહેરમાં કેટલું તાપમાન
અમદાવાદ | 16.5 |
વડોદરા | 16.6 |
ભાવનગર | 18 |
ભૂજ | 15.6 |
ડીસા | 13.8 |
ગાંધીનગર | 14.8 |
કંડલા | 16.6 |
નલિયા | 8.5 |
પોરબંદર | 13.4 |
રાજકોટ | 13.5 |
સુરેન્દ્રનગર | 15.6 |
વેરાવળ | 20 |