આપણે સૌ જાણીએ છીએ કે એલન માસ્ક દ્વારા વિશ્વની સૌથી મોટી ડીલ કરીને twitter ને ખરીદ્યું હતું. તે થોડા દિવસો સુધી ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર બાદ હવે ટેસ્લાના સીઈઓ એલન મસ્કનું વધુ એક ટ્વિટ ચર્ચાનો વિષય બની રહ્યું છે. એલન મસ્કે કોકા કોલા ખરીદવા અંગે ટ્વિટ કર્યું છે. એલન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગયા છે. તેઓ એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે.
એલન મસ્ક દ્વારા આજે કહેવામાં આવ્યું કે તે આગામી સમયમાં કોકા-કોલા ખરીદશે. તેણે ટ્વીટ કર્યું, ‘હવે હું કોકા કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેથી હું તેમાં કોકેઈન ભેળવી શકું.
ટ્વિટરમાં થશે ફેરફાર
એલને ટ્વિટર ખરીદ્યા પછી કહ્યું કે ટ્વિટર એ ડિજિટલ ટાઉન સ્ક્વેર છે જ્યાં માનવતા વિશે વાત કરવામાં આવે છે અને તેની ચર્ચા થાય છે. અમે ટ્વિટરને નવી અને વધુ સારી સુવિધાઓ સાથે આગળ વધારવા માંગીએ છીએ. અગાઉ, તેણે કહ્યું હતું કે સમગ્ર ટ્વિટર પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવું જોઈએ જેથી કરીને અન્ય કોઈ તમારો મેસેજ વાંચી ન શકે.
કોકા કોલાની સ્થાપના 1886માં થઈ હતી
કોલા કોલા કંપનીની સ્થાપના મે 1886 માં જ્યોર્જિયા, USAમાં કરવામાં આવી હતી. તે જ્હોન પેમ્બર્ટન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે 1887માં Asa Griggs Candler દ્વારા $2,300 ની કિંમતે ખરીદી હતી. આજે કોકા-કોલા કંપની 200 થી વધુ દેશોમાં હાજર છે. એટલું જ નહીં કંપનીમાં 7 લાખ કર્મચારીઓ કામ કરે છે. એક રિપોર્ટ અનુસાર, કોકા-કોલાની કુલ નેટવર્થ 19.80 લાખ કરોડ રૂપિયા છે.