ચોટીલા પંથકમાં ૭૦ દિવસ પહેલા આવેલા બે પાઠડા સિંહ એ જ ત્રંબા નજીક પડાવ નાખ્યાની સંભાવના
ગીરના જંગલમાંથી નીકળી ૬૧ દિવસ ચોટીલા પંથકમાં મુકામ કર્યા બાદ બે પાઠડા સિંહે રાજકોટ નજીક ત્રંબા પાસે પડાવ નાખ્યો છે. છેલ્લા ૪૮ કલાકથી બંને સિંહ રાજકોટ અનેગોંડલની વચ્ચે કોટડાસાંગાણી અને ત્રંબા આસપાસ આંટાફેરા કરતા હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. કોલર આઇડી હોવાથી બંને સિંહના લોકેશન મેળવવામાં આવ્યા હતા. સોમવારે રાત્રીનાબંને સિંહ ત્રંબાથી ત્રણ કિલોમીટર દૂર વડાળી ગામની સીમમાં ખોડિયાર માતાજીના મંદિર પાસે એક ભૂંડનું મારણ પણ કર્યું હતું. જોકે વનવિભાગ સિંહને શોધી શક્યો નથી. સિંહના પગના નિશાન મળ્યા હતા, પરંતુ લોકેશન મળ્યું નહોતું.
રાજકોટથી માત્ર ૨૧ કિલોમીટર દૂર એક સાથે બે સિંહ આવ્યા હોવાની આ પ્રથમ ઘટના છે. બે સિંહ ગીરના જંગલમાંથી છેક ચોટીલા સુધી પહોંચ્યા ત્યારે પશુપ્રેમીઓમાં પણ ભારે આશ્ચર્ય સર્જાયુંહતું. ચોટીલા પંથકના લોકોએ વનવિભાગને વિનંતી પણ કરી હતી કે, આ બંને સિંહ અહીંયા જ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઇએ અને થયું પણ એવું જ બંને સિંહ છેલ્લા ૬૧ દિવસથી ચોટીલામાતાજીના ડુંગર અને આસપાસના વિસ્તારમાં પશુઓના મારણ કરીને આરામથી ફરી રહ્યા હતા.
દરમિયાન ગત શનિવારે બંને સિંહે રાજકોટ તરફ ડગ માંડ્યા હતા અને ચોટીલાના સર ગામ થઇ ત્રંબા અને ત્યાંથી ખોખડદળ નદી સુધી પહોંચ્યા હતા. કોટડાસાંગાણીના સીમાડા સુધી પહોંચીનેત્યાંથી નદીની કોતરોમાં થઇને પરત ફર્યા હતા. અને ત્રંબાની આસપાસના વિસ્તારોમાં જ મુકામ કર્યો હતો. રાજકોટની ભાગોળે જ બે સિંહ આવ્યા હોવાની વાત રાજકોટિયન્સને થતાં એક અલગપ્રકારનો જ રોમાંચ ખડો થયો હતો. વનવિભાગના આરએફઓ જયવંતભાઇ ગાંગડિયા, ફોરેસ્ટર એમ.એસ.પલાસ અને ઠકરારભાઇ અને વડાળી વિભાગ સોમવારની રાત્રીના ૧૨ વાગ્યા સુધી ખાટરિયો તરીકે ઓળખાતા વીડી વિસ્તારમાં વડાળી આસપાસના જંગલમાં ફર્યા હતા, પરંતુ બેમાંથી એકપણ સિંહનુંચોક્કસ લોકેશન મળ્યું નહોતું, પરંતુ એક ભૂંડનું મારણ કર્યાનું સ્પષ્ટ થયું હતું.
લગભગ ૧૦૦ એકરમાં પથરાયેલા જંગલમાં બંને સિંહ હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. અનેકોલરઆઇડી હોવાથી પરફેક્ટ લોકેશન પણ મળી જશે જોકે ક્યારેક ક્યારેક ટેક્નિકલ ક્ષતિ આવતી હોવાને કારણે સિંહ શોધી શકાયા નહોતા, મંગળવારના સવારથી ફરીથી સિંહ ક્યા છે તેદિશામાં કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
વડાળીમાં રહેતા રાજુભાઇ વીડી વિસ્તારમાંથી પસાર થતાં હતા ત્યારે તેઓએ સિંહની ડણક સાંભળી હતી સૌ પ્રથમ તો તેઓને આશ્ચર્ય થયું હતું, પરંતુ કુતૂહલવશ જે દિશામાંથી અવાજ આવ્યોહતો ત્યાં જઇને જોતા એક સિંહ વીડીની ટોચ પર ઊભો હતો તેના પર ટોર્ચ કરતાં તે નીચે ઉતરી ગયો હતો બાદમાં અન્ય લોકોને બોલાવીને વીડી પર જતાં ત્યાંથી તાજું મારણ કરેલું ભૂંડનું માથુંમળી આવ્યું હતું. આથી સિંહ એટલા વિસ્તારમાં જ હોવાનું વનવિભાગે પણ અનુમાન લગાવ્યું હતું. જો કે, મોડીરાત સુધી મથામણ છતાં સિંહનું લોકેશન મળ્યું ન હતું.