સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી પ્રદેશમાં સ્વાસ્થ્ય વિભાગની આયુષ્યમાન ભારત યોજનામાં નોંધણી અને નવીનીકરણ લગભગ ત્રણ મહિના બંધ રહ્યા પછી ફરી આરંભ કરી દેવામાં આવ્યુ છે. ચોમાસાથી આયુષ્માન ભારતની નોંધણી અને નવીનીકરણ બંધ હતું. આ યોજનામાં જોડવા માટે વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ૯ થી ૯ કલાક સુધી બે પાળીમાં સાત કાઉન્ટર ખોલી દેવામાં આવ્યા છે. કાઉન્ટર પર બીપીએલ, એપીએલ તથા કરદાતાઓની લગભગ અલગ-અલગ નોંધણીની સુવિધા છે.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લોકોને સ્વાસ્થ્ય માટે લાભકારી સિદ્ધ થઇ રહી છે. યોજનાનો લાભ લેવા માટે અરજદારે રહેઠાણનો પુરાવો, આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર આપવાનું ફરજિયાત છે. એપીએલ ઉમેદવારો પાસે અરજી સાથે રહેઠાણનો પુરાવો આધારકાર્ડ અને પાનકાર્ડ અને જીએસટી સહિત ૨૦૭૦ રૂપિયાની ચૂકવણી ક્રેડિટ, ડેબીટ કાર્ડ થી પેમેન્ટ માંગવામાં આવ્યું છે. આ યોજનામાં જોડાવા માટે પરિવારની સંખ્યા, આવક, લિંગ, પહેલાની કોઈ જૂની બીમારી માટે કોઈ પણ પ્રતિબંધ નથી. યોજનામાં જોડાયેલ દરેક સરકારી અને નેટવર્ક ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સેવા મળશે. હોસ્પિટલમાં ભર્તી થવા પહેલા અને હોસ્પિટલથી ડિસ્ચાર્જ થવા સુધી સારવાર પર થનાર ખર્ચ પણ વીમામાં સામેલ છે. લાભાર્થીઓની નોંધણી માટે કાઉન્ટર સમય સવારે ૯ થી સાંજે ૯ કલાક કરવામાં આવ્યો છે.
વળી આયુષ્યમાન ભારતનો લાભ લેવા માટે નિર્ધારિત હપ્તા જમા કરાવી કાર્ડનું પ્રતિવર્ષ નવીનીકરણ જરૂરી છે. લોકોનું કહેવા પ્રમાણે વાર્ષિકની જગ્યાએ ૩ વર્ષ અથવા ૫ વર્ષ માટે રિન્યુઅલ કરવા માટે પ્રાવધાન કરવું જોઈએ. સમય મર્યાદા ઓછી હોવાથી ઘણા લોકોને આ યોજનાથી મોહભંગ થવા લાગ્યો છે.