શેર માર્કેટ ન્યુઝ
શેરબજારમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મુખ્ય સૂચકાંકો ગઈ કાલે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, શુક્રવારે એટલે કે આજે બજારમાં ખરીદી પરત ફરી છે. આજે વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે.
શેરબજારમાં ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બાદ મજબૂત પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. મુખ્ય સૂચકાંકો ગઈ કાલે સતત ત્રીજા દિવસે લાલ નિશાનમાં બંધ થયા હતા. જોકે, શુક્રવારે એટલે કે આજે બજારમાં ખરીદી પરત ફરી છે. આજે વૈશ્વિક બજારમાંથી પણ સકારાત્મક સંકેતો આવી રહ્યા છે.
ગિફ્ટ નિફ્ટી 21500 ની નજીક ફ્લેટ ટ્રેડ થઈ રહ્યો છે. તે જ સમયે એશિયન અને અમેરિકન વાયદા બજારોમાં ખરીદી નોંધાઈ રહી છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 313 અંક ઘટીને 71,186 પર બંધ થયો હતો..
આજે રિલાયન્સ સહીત 45 કંપનીઓના પરિણામ જાહેર થશે
આજે શુક્રવારે 45 થી વધુ કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરવા જઈ રહી છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને પેટીએમ જેવા નામો પણ સામેલ છે. બજારનો અંદાજ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ અને ગેસ સેગમેન્ટમાં દબાણ હોઈ શકે છે પરંતુ ટેલિકોમ અને રિટેલ બિઝનેસની મદદથી તેની અસર પરિણામો પર જોવા મળશે નહીં.