સબ સલામતની આલબેલ કોઈ ખતરો નથી દુનીયાભરમાં કુતુહલ
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ તા. 1ર મી એ પ0 હજાર વર્ષ બાદ ધૂમકેતુ પૃથ્વી-સૂર્યની નજીકથી પસાર થવાની ઘટનાની જાહેરાત કરતાં વિશ્વભરમાં કુતુહલ સાથે ઉત્તેજના વ્યાપી જવાથી રોમાંચકારી બનવા પામી છે. બ્રહ્માંડમાં હજુ પણ અસંખ્ય ધૂમકેતુઓ, ગ્રહો વણશોધાયેલા અંતરીક્ષમાં વિહાર કરે છે. ગુરૂવાર મધ્યરાત્રિ બાદ ઝવીકી ટ્રાન્ઝિન્ટ ફસેલીટી નામનો ધૂમકેતુ પસાર થવાનો છે. તેથી ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ વધુ માહિતીપ્રદ લોકો સુધી મુક્વાનો નિર્ણય ર્ક્યો છે.
ખગોળશાસ્ત્રીઓએ ગત વર્ષના માર્ચમાં વાઈડ ફિલ્ડ સરવે કેમેરા ારા આ ધૂમકેતુને નિાળ્યો હતો. તે સમયે તે બુધની કક્ષામાં હતો ત્યાે તેની ચમક-ચળકાટ સામાન્ય કરતાં વધારે હતી. સામાન્ય રીતે ધૂમકેતુ થીજી ગયેલા ગેસ અને ધૂળથી નિશ્ર્ચિત એક કોસ્મિક સ્નોબોલ છે. જે સતત સૂર્યની પિરક્રમા અંતરીક્ષમાં વિહાર કરે છે. આકારમાં તે નાનો હોય છે પણ સૂર્યની નજીક પહોંચતા ગરમ થાય છે અને તેની પાછળ ગેસ અને ધૂળની ચમક્તી પૂંછડી સર્જાય છે જેનું કદ ઘણા ગ્રહો કરતાં વધારે હોય છે. આ ધૂમકેતુ તા. 1ર મી ગુરૂવારે અંતરીક્ષમાં નજીક જોવાનો અવસર પ્રાપ્ત થવાનો છે. વાતાવરણ-આકાશ સ્વચ્છ હશે તો જ જોઈ શકાશે.
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે સી/ર0રર ઈ-3 (ઝેડટીએફ) નામનો ધૂમકેતુ સુર્યથી 16,67,41,786.68રરર ક઼િમી. દૂર એટલે આશરે સોળ 16 કરોડથી વધુ કિલોમીટર દૂર હશે જયારે પૃથ્વીથી 1ર,4પ, રપ, ર67.પ7068 ક઼િમી. દૂર એટલે આશરે 13 કરોડ કિલોમીટર આસપાસ દૂર જોવા મળશે. આ ધૂમકેતુનું ઉદય મધ્યરાત્રિ બાદ તા. 1ર મી એ ર કલાક ર1 મિનિટે ઉદિત થશે. મધ્યે સવારે 9 કલાક ર9 મિનિટ અને અસ્ત સાંજના 4 કલાક 38 મિનિટે થવાનો છે. સૂર્ય પાસેથી પસાર થશે.