ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી હતી. ધારાસભ્ય પદે ચૂંટાઈ આવ્યા બાદ સંજય કોરડીયાએ તેમની ધર્મપત્ની સાથે ગીરનાર પર બિરાજમાન અંબા માતાના મંદિરે પહોંચ્યા હતા અને માતાજીના આશીર્વાદ લઇ ચરણોમાં શીશ જુકાવ્યુ હતું
જૂનાગઢના નવયુવાન અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના દર્શન કરી અને ગિરનાર પરના યાત્રિકોની સુખાકારી માટેના વિકાસ કાર્યો વહેલી તકે હાથ ધરવાના માતાજી પાસે આશીર્વાદ લીધા હતા.
મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત તનસુખગીરી બાપુ વતી પૂજારીઓએ સંજયભાઈ કોરડીયાનુ માતાજીની ચુંદડી અર્પણ કરી, રૂડા આશીર્વાદ આપ્યા હતા. ત્યારે સંજયભાઈએ મંદિર પરિષદના વિકાસ માટે પોતે કટિબદ્ધ હોવાની અને તેમની જ્યાં પણ જરૂર પડે, ત્યાં સરકારમાં અને યાત્રાધામમાં ગિરનારના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.આ તકે ભાજપા અગ્રણી યોગીભાઈ પઢિયાર અને ઉષા બ્રેકો કંપનીના રેસીડેન્ટ મેનેજર યજ્ઞેશભાઈ જોશી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા
તમને જણાવી દઈએ કે જૂનાગઢ શહેરની બેઠક પરથી ભાજપના સંજય કોરડિયાએ કોંગ્રેસના ભીખાભાઈ જોશીને 40000થી પણ વધુ મતોથી હરાવ્યા છે. જૂનાગઢ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયા ૪૦૧૮૭ મતની સરસાઈથી વિજેતા થયા છે.