જેને પતિના મૃત્યુનો બદલો લેવા ૩૬ અંગ્રેજોના ઢીમ ઢાળી દીધા
ભલે ઇતિહાસમાં ઉદા દેવીના ઇતિહાસનો ઉલ્લેખ થયો ન હોય.પરંતુ જેમ ઝાંસીની રાણી બહાદુર સ્ત્રી ગણાય છે. ઝાંસીની રાણીએ પોતાના સ્વરાજને બચાવા યુધ્ધ કર્યું હતું.તેમ ઉદા દેવીએ પણ એવું જ પરાક્રમ કર્યું હતું.જેનો ક્યાય પણ ઉલ્લેખ જોવા મળતો નથી અથવા તો જુજ લોકો જ ઉદા દેવી વિષે જાણતા હશે.કે અમુક જગ્યા એ જ તેનો ઉલ્લેખ હશે.
તો જાણીએ ઉદા દેવી વિષે…કોણ હતા આ ઉદા દેવી..
ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌની આસપાસના વિસ્તારોમાં તેમની બહાદુરીની ગાથા સાંભળવા મળે છે. ઉદા દેવી, લખનૌના નવાબ વાજિદ અલી શાહના બેગમ હજરત મહલની સુરક્ષા માટે કામ કરતાં હતા. તેમના પતિ મક્કા પાસી નવાબની સેનામાં એક સૈનિક તરીકે કાર્યરત હતા.
વર્ષ 1857ના વિપ્લવમાં નવાબનાં પત્ની હજરત મહલની આગેવાનીમાં લડતાં લડતાં ઉદા દેવીના પતિ અંગ્રેજોના હાથે યુદ્ધભૂમિ પર મૃત્યુ પામ્યા હતા.અને ઉદા દેબીનું જીવન બદલાયું ગયું.ઉદા દેવીએ પોતાના પતિના મોતનો બદલો લેવાનું નક્કી કરી લીધુ.
પીપળાના ઝાડ નીચે આરામ કરવા રોજ અંગ્રેજો આવતા હતા. આ વાતની જાણ ઉદા દેવીને થતા અંગ્રેજોને મારવાની નીતિ ઘડી કાઢી અને ઝાડમાં છુપાઈને અંગ્રેજોની રાહ જોવા લાગી.જેવા અંગ્રેજો આવ્યા અને આરામ કરવા બેઠા ત્યાં ઉદા દેવીએ ૩૬ અંગ્રેજોને એકલા હાથે મારી નાખ્યા.
વીરાંગના ઉદા દેવી જ્યાં સુધી જીવતા રહ્યા ત્યાં સુધી સમાજની સેવા કરી.જેમ ઝાંસીની રાણીની લોકવાયકા છે તેમ ઉદા દેવીને ખુબ ઓછા લોકો જાણતા હશે.ઝાંસીની રાણી યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામી હતી.તેમ જ ઉદા દેવી પણ અંગ્રેજો સાથે લડતા લડતા મૃત્યુ પામી હતી. આવી બહાદુર મહિલાઓ જ સાચા સશક્તિના ઉદાહરણ પુરા પાડે છે.