જનઆરોગ્યની સુખાકારી અને સ્વાસ્થ્ય માટેની તકેદારી જાગૃત્તિ હવે દરેક લોકોમાં વધતી જાય છે. ત્રીસી વટાવ્યા પછી આરોગ્યને ટનાટન રાખવા માટે વિટામીનની ખાસ જરૂર પડે છે.
વિટામીન-ડી : 30 વર્ષની વ્યક્તિઓને અંતસ્ત્રાવો ખાસ કરીને ટેસ્ટોરેટનના સંતુલન અને શરીરની ક્રિયાઓ માટે ખાસ કરીને માંસપેશીને સુદ્રઢ રાખવા માટે વિટામીન-ડીની જરૂર પડે છે.
વિટામીન-બી-12 : 30 વર્ષની વય પછી રક્ત અને શરીરના કોષોને તંદુરસ્ત રાખવા માટે વિટામીન-બી-12 અનિવાર્ય બન્યું છે. આ વિટામની-બી-12 પ્રાણીજન્ય ખોરાકમાંથી મળે છે ત્યારે શાકાહારી લોકોને દવાના રૂપમાં વિટામીન-બી-12 લેવું જોઇએ.
વિટામીન-બી-6 : શરીરના રક્તકણોને તરલ રાખવા અને તેમાં કાર્યશક્તિ માટે બી-6 વિટામીન જરૂરી છે. બી-6 સામાન્ય રીતે માછલી, પોલ્ટ્રી અને ઝાડા ધાન્યમાંથી મળી રહે. તેલીબીયા, માંડવી, બદામ, સૂર્યમુખીમાંથી પણ બી-6 મળી રહે છે.
મેગ્નેઝીયમ : મેગ્નેઝીયમની જરૂરિયાત હૃદ્યના સ્નાયુને તંદુરસ્ત રાખવા માટે પડે છે. બ્લડપ્રેશર શરીરમાં સુગરનું લેવલ નિયંત્રિત કરવા માટે અને પૂરતી ઉંઘ માટે અને તનાવ ઘટાડવા માટે જરૂરી મેગ્નેઝીયમથી શરીરમાં વધ-ઘટ અને હૃદ્યરોગમાં રાહત માટે મેગ્નેઝીયમ જરૂરી છે.
ઝીંક (જસત) : શરીરમાં અંત:સ્ત્રાવોના નિયમન માટે જસત જરૂરી છે. અંત:સ્ત્રાવ આધારિત સમસ્યાના ઉકેલ માટે જસત આશિર્વાદરૂપ બને છે. દરેકે ખોરાકમાં જસત લેવું જોઇએ.
ઓમેગા-3 : શરીરને વિ-કિરણીય અસરથી બચાવી લોહીની ધમની શીરાઓનું નિયંત્રણ, હૃદ્યરોગ સામે રક્ષણ અને પ્રોસ્ટેટ કેન્સર જેવા રોગોથી સુરક્ષિત રાખતું ઓમેગા-3, ચરબીવાળી માછલી અને પૂરક ખોરાકમાંથી મળે છે.
ફોલેટ : ડીએનએ અને જનીન સૂત્ર, કોષ વિભાજન અને શરીરની તમામ ક્રિયાઓ માટે જરૂરી ફોલેટ, લીલા શાકભાજી અને વનસ્પતિમાંથી મળે છે. ફોલેટ કોષના વૃદ્વિ સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત વિટામીન-કે શરીરની ચયાપચય, વિટામીન-એ ચામડીની સુરક્ષા અને લોહત્વ શરીરમાં શક્તિ સંચય માટે અનિવાર્ય છે.