કલેકટર અને પોલિસ કમિશ્નરને આવેદન: જયંત પંડયાના ઘર બહાર સુત્રોચ્ચાર
જામનગર રહેતા અને કર્મકાંડી નિદોર્ષ ગરીબ બ્રાહ્મણ હિતેષભાઈ લાભશંકર જોષી પર વિજ્ઞાન જાથા જયંત પંડયા અને તેના મળતીયાઓ દ્વારા પોલીસ બંદોબસ્તનો દૂર ઉપયોગ કરી ગુજારવામાં આવેલ દમન અંગે સમસ્ત કર્મકાંડ જયોતિષ વિજ્ઞાન હરિબ્રહ્મ સેવા મંડળ અને સમસ્ત કર્મકાંડ એસો.ના ભુદેવોના જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને આવેદન પાઠવ્યું હતુ,
બ્રાહ્મણ સમાજ બહોળી સંખ્યામાં એકત્રીત થઈને કલેકટર કચેરીએથી કનૈયા ચોક ખાતે આવેલા જયંત પંડયાના નિવાસ સ્થાને ઘસી ગયો હતો. પોલીસે ત્યાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બ્રાહ્મણ સમાજે ત્યા સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો.
છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમા વિજ્ઞાનજાથાના નેજા હેઠળ સમાજ સેવાના નામે નિદોર્ષોને લૂંટવાની જયંત પંડયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. આ જયંત પંડયાને રાજકોટ શિક્ષણ સમિતિની શાળામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા હડપ કરવાનાં આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવેલ છે. આમ તેનો પોતાનો ઈતિહાસ ભ્રષ્ટાચારથી ખદબદે છે. અને શિક્ષણ વિભાગમાંથી સસ્પેન્ડ થયાબાદ તેણે હાલમાં વિજ્ઞાન જાથા નામની સંસ્થાનું પાટીયું લગાડી દોરાધાગાના ધતિંગ બંધ કરવાના નામે નિદોર્ષ કર્મકાંડી બ્રાહ્મણો તેમજ હિન્દુ ધર્મના મદિરનાં સંચાલકોને બ્લેકમેલ કરવાનો અને આ રીતે પૈસા રળવાનો ધંધો શ‚ કરેલ છે. તે પોતાના આ ગોરખધંધા માટે પોલસી તંત્રનો વ્યવસ્થિત ઉપયોગ કરે છે. અને પોતાની સાથે બે ત્રણ પોલીસ કર્મીને લઈ જાય છે.
તે દલીલ સમાજના ચાર પાંચ લોકોને સાથે રાખે છે.જેથી તેનો ખેલ જો ઉંધો પડે તો દલીલ લોકોને આગળ કરી એસ્ટ્રોસીટી જેવી કલમો લગાડી દલીત સમાજનું અપમાન થયું છે તેવા ખોટા આક્ષેપો કરી વર્ગવિગ્રહ ઉભો કરે છે.
આ જયંત વિજ્ઞાનજાથાની આડમાં હકિકતે નિદોર્ષ લોકોને લૂંટવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચલાવે છે. બ્રાહ્મણ સમાજે હંમેશા આદી અનાદી કાળથી સમાજના ભલા માટે હોમ હવન અને વૈદીક મંત્રોચ્ચારથી સમાજનું હંમેશા ભલુ જ કર્યું છે. અને દ્દઢપણે એવું માનીએ છીએ કે દોરા ધાગા કે તેવી પ્રવૃત્તિ ફરી સમાજમાં દૂષણ ફેલાવતા તત્વોને બંધ કરાવવા જ જોઈએ સમગ્ર સમાજ જાણે જ છે કે કર્મકાંડી બ્રાહ્મણો હંમેશા વૈદીક મંત્રચાર અને શાસ્ત્રોકવિધિ વિધાનથી સમાજના ઉત્થાન માટે કામ કરે છે.
સૌ પ્રથમ જયંત પંડયાને આવા કામો માટે આપવામાં આવતું પોલીસ રક્ષણ રદ કરવામાં આવે અને તેની વિજ્ઞાનજાથા સંસ્થા દ્વારા કરવામાં આવતી કામની પૂરતી તપાસ કરી જયંત પંડયા દ્વારા સંસ્થાનીઅને સમાજ સેવાની આડમાં થઈ રહેલ ગોરખધંધા બંધ કરાવવા માટે તેની સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવામા આવે તેવી કાર્યવાહી કરવામાં આવે અને તેના આવા કામમાં સાથ આપનાર જવાબદારી પોલીસ કર્મચારી અને બોગસ ગ્રાહક તરીકે ભાગ ભજવનાર તેની ટોળકીના સભ્યો સામે પણ કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ છે તેમ રજુઆતમાં જણાવાયું હતુ.