કેદીઓને વિવિધ સુવિધા પુરી પાડવાના ચાલતા કારોબારને ઉઘાડો પાડતો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી.

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓને વિવિધ સુવિધા પુરી પાડવાનાં ચાલતા કારોબારનો વિડિયો સોશ્યલ મિડિયામાં ખુબ વાયરલ થયેલા આ વીડીયોના પગલે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.એસઓજીએ તાત્કાલીક તપાસ કરીને જેલમાંથી ૪ મોબાઈલ ફોન, ૮ ચાર્જર તેમજ બે બેટરી ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સબજેલ છેલ્લા કેટલાક સમયથી કેદીઓ માટે સવઁગ સમાન બની રહી છે અહિ કેદીઓને તમામ ચીજવસ્તુઓ આરામથી મળી રહે છે જે ખરેખર જેલમા પ્રતિબંધીત ગણાય છે જેમા અગાઉ પણ સુરેન્દ્રનગર સબજેલમાથી સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન મોબાઇલ – સિમકાડઁ સહિતાની ચીજવસ્તુઓ ઝડપી પાડેલ છે ત્યારે ફરી એક વખત જેલના પ્રશાસન પર અનેક સવાલો ઉઠતો વિડીયો ખુદ સુરેન્દ્રનગર સબજેલની અંદર રહેલા કાચાકેમના કેદીઓ દ્વારા કરેલ છે.

સુરેન્દ્રનગર સબજેલના બે વિડીયો વાયરલ થયેલ છે જેમા પ્રથમ વિડીયોમા એક બેરેકમા સાતથી આઠ જેટલા કેદીઓ ભજન-કિતઁન કરતા નજરે પડે છે જ્યારે બીજા અન્ય વિડીયોમા એક કેદી પોતાના હાથમા લાઇવ વિડીયો છે તેમ જણાવી સબજેલની બેરેકમા શબ્જી બની રહી છે

અને કેટલાક મોબાઇલ, મસાલા, સીગ્રેટ તથા બીડી જેવી પ્રતિભંધીત ચીજ વસ્તુઓને આ વિડીયોમા દશાઁવી અહિના જેલર પોતે જ આ તમામ પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ કેદીઓના બેરેક સુધી પહોચાડવા મદદરુપ થતા હોવાનો આક્ષેપ કરાય છે સાથે કેદીઓને ઢોર માર માયાઁ હોવાનો આક્ષેપ પણ પોતે કરાય છે. વિડીયો બનાવનાર કેદી શખ્સ વિડીયો બનાવ્યાની તારીખ તથા સમયનો પણ ઉલ્લેખ કરે છે.

જ્યારે આ વિડીયો વાઇરલ થતાની સાથે જ તંત્ર તો દોડતુ થયુ હતુસુરેન્દ્રનગર એસઓજી તેમજ સબ જેલના જેલરે જેલનાં બેરેકોમાં ઝડતી તપાસ કરતા બેરેક નં. ૨માંથી બીન વારસી હાલતમાં મોબાઈલ ફોન ૪ તથા ચાર્જર નંગ ૮ તથા મો.ફોનની બેટરી નંગ ૨ ઝડપી પાડયા છે. ગઈકાલે વાયરલ થયેલ વીડીયોના પગલે પોલીસ તંત્રએ માત્ર દેખાવા પૂરતી જ કામગીરી કરી હોવાની પણ ચર્ચા ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.