ગુજરાત વિધાનસભાનો જંગ જીતીને ભગવી બ્રિગેડનું લશ્કર છાવણીમાં પાછું આવી ગયું છે. હવે સરકારનો શપથવિધી થશૈ અને ત્યારબાદ શતરંજની બાજીનાં વજીર, રાજા, ઘોડા અને ઉંટ સૌ ફરી પોતપોતાના સ્થાને ગોઠવાઇ જશે. પરંતુ આ ચૂંટણીઓ  રાજકિય પાર્ટીઓ અને વ્યુહરચનાકારો માટે મતદારોની માનસિકતાનાં સંકેતો આપે છૈ.  આ સંકેત એવા છૈ કે દેશનો હિન્દુ જાગûત થયો છે. તેને પોતાની જરૂરિયાતો મોદીજીનાં નૈતûત્વમાં જ સંતોષાવાની આશા છૈ. આ સંકેત માત્ર ગુજરાતનાં જ છૈ એવું નથી, પશ્ચિમ બંગાળમાં ભાજપની અમીત શાહ એન્ડ કંપનીએ ગુજરાત કરતા પણ વધારે આકરાં પાસાં ગોઠવ્યા હતા પણ આપણે સૌ જાણીઐ છીઐ તેમ ત્યાંનો મતદાર હિન્દુત્વવાદી કે વિકાસવાદી નથી જેનું પરિણામ પણ મમતા દીદીની તરફેણમાં આવ્યું હતું.  વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો કહે છૈ કે હિન્દુઓનાં પ્રભુત્વવાળા કે હિન્દુસ્તાનવાદી વિસ્તારોમાં ભાજપ એક સફળ વિકલ્પ તરીકે ઉભરી રહ્યો છૈ. તેથી હવે પછીની લોકસભાની ચૂંટણીઓમાં આ પ્રકારની વ્યુહરચના ગોઠવવામાં આવશે. કદાચ હવે આગામી બજેટમાં પણ આ પ્રકારની બજેટરી જોગવાઇઓ કરવામાં આવે તો નવાઇ નહીં.

અગાઉ જણાવ્યું હતું કે સરકાર આગામી વષર્ષનાં એટલે કે 2023-24 નાં બજેટની તડામાર તૈયારી કરી રહી છે. ગુજરાત અને હિમાચલની ચૂંટણીઓનાં પરિણામો બાદ બદલાયેલા સમીકરણોને ધ્યાનમાં રાખીને હવે આગામી બજેટમાં જોગવાઇઓ કરવામાં આવશૈ તે નક્કી છે. ગત સપ્તાહે જ લોકસભાનાં સત્રમાં સરકારે સંસદ પાસે વધારાનાં આશરે 40 અબજ ડોલર એટલેકે 3.26 ટ્રિલયન રૂપિયાનાં ખર્ચની મંજૂરી માગી છે. સરકારે વધેલા ખર્ચ માટે રશિયા-યુક્રેન યુધ્ધનાં કારણે રાષાયણિક ખાતરનાં ખર્ચ ઉપરાંત ફૂડ સબ્સીડીનાં ખર્ચમાં થયેલા વધારાને જવાબદાર ઠરાવ્યો છૈ. ભલે આ મુદ્દો પ્રથમ દ્રશ્ટિઐ સાચો હોય પણ તેનું લક્ષ્યાંક તો સરકારની વોટબેંકનો વ્યાપ વધારવાનો જ છે. કારણ કે 2024 ની લોકસભાની ચૂંટણીઓ પહેલાનું આ છેલ્લું સંપૂર્ણ બજેટ છૈ અને સરકારને ભારત દેશને હિન્દુસ્તાનનું  સુરક્ષા કવચ પહેરાવવું હોય તો ઘણા એવા કાયદા છૈ જેમાં બંધારણિય સુધારાની આવશ્યકતા રહેશે. જેના માટે લોકસભાનાં સરકાર પાસે બે-તûત્યાંશ બહુમતિ હોવી જરૂરી છૈ. મતલબ કે બંધારણિય સુધારા માટે સરકારને 362 થી વધારે સીટનું  સંખ્યાબળ હોવું જરૂરી રહેશે. ગુજરાતની ચૂંટણીઓમાં જેમ ભાજપે 150 સીટનું લક્ષ્યાંક રાખ્યું હતું એ રીતે હવે લોકસભાની ચૂંટણીઓ માટે મિશન-400 રાખવામાં આવે તો નવાઇ નહીં. આ મિશન માટે જરૂરી ભંડોળની જોગવાઇ અત્યારથી જ કરવામાં આવશૈ તે પણ નક્કી છે.

આંકડા બોલે છૈ કે ભારતની રાષાયણિક ખાતરની જરૂરિયાત વાષિક પાંચ કરોડ ટનની છૈ જેમાંથી 40 ટકા જેટલી આયાત થાય છે. સરકાર આ ખર્ચમાં વધારો કરીને ખેડૂતો ઉપર નવો બોજ નાખવાને બદલે તેમને રાહતનો અનુભવ કરાવવા માગે છે. આ રાહતથી આગામી ચૂંટણીઓમાં મત અંકે કરવાની નીતિ હોય તે સમજી શકાય છૈ.  આંકડા જોઇએ તો સરકારે ફુડ સબ્સીડી માટે 601 અબજ રૂપિયાની માગણી કરવામાં આવી છૈ. બજેટમામ જોગવાઇ 2.07 ટ્રિલિયન રૂપિોયાની જોગવાઇ હતી જે હવે 2.67 ટ્રિલિયન થશે. આ ઉપરાંત સરકાર 164 અબજ રૂપિયા  ગ્રામિણ રોજગાર યોજનામાં વાપરવા માગે છૈ. આમ કુલ ખર્ચ 894 અબજ રૂપિયાનો થશે.  સરકારે ગ્રામિણ હાઉસીંગ યોજનામાં વાપરવા માટે વધારાનાં 284.22 અબજ રૂપિયાની મંજૂરી માંગી છે.

આ બધા એવા ખર્ચ છૈ જેમાં ગામડું બોલે છૈ. મતલબ કે ગ્રામ્ય વિકાસ દ્વારા નીચલા વર્ગને ખુશ કરીને મિશન-400 સુધી પહોંચવાની ગણતરી છૈ. હવે જો આ મુદ્દે સંસદમાં વિરોધપક્ષો કાગારોળ કરે તો સરકાર તેમના વિરોધને ગામડા સુધી લઇ જશૈ અને વિરોધ પક્ષોને બદનામ કરશે.

જો એનડીએ 2024 માં  કેન્દ્રમાં બંધારણ બદલવા સક્ષમ બને તો આગામી 100 વર્ષ સુધી આ દેશ ઉપરથી હિન્દુત્વનો ઝંડો દૂર કરવો મુશ્કેલ બની જાય એવી રણનીતી તૈયાર થઇ રહી છૈ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.