પાટીદારોના પ્રભુત્વ ધરાવતા વરાછા સહિતના વિસ્તારોમાં ભાજપ ની સભાઓ નહીં કરવા દેવાની પાસની અરજી છતાં મંગળવારે રાત્રે 8.30 વાગ્યે હીરાબાગ ખાતે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલના વિજય ટંકાર સંમેલનનું આયોજન કરાતા પાસના કાર્યકરોએ ત્યાં ટામેટા ફેંકી વિરોધ કર્યો હતો. પોલીસે 12 કાર્યકરોની અટકાયત કરતા હાર્દિક પટેલ તેના વિરોધમાં ટિ્વટ કરતા સ્થિતિ બગડી હતી અને વિફરેલા ટોળાએ બે બસો ફૂંકી મારવા ઉપરાંત બીઆરટીએસ બસ સ્ટેન્ડ તેમજ પોલીસની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.
પોલીસ પાટીદારોને પકડીને ઉમરા પોલીસ મથકે લઈ ગઈ હતી. તેઓ ગાડીમાંથી ઉતરી જઈને પોલીસ મથકના આંગણે બેસી જઇને રામધૂન ગાવા લાગ્યા હતા. જેને કારણે ઉમરા પોલીસે પોલીસ મથકે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.