ભારતીય મુસ્લિમ મહિલા આંદોલનની કેન્દ્રની વિચારણા
ટ્રિપલ તલાકના ઐતિહાસિક નિર્ણયી મુસ્લિમ સ્ત્રીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી ત્યારે હવે સરકાર નિકાહ હલાલા અને બહુપત્નીત્વને ખતમ કરવા સુપ્રિમના દ્વાર ખખડાવશે. આ પ્રથા હેઠળ મુસ્લિમ પુરૂષોને છૂટાછેડા લીધેલી પત્ની સાથે પુન: લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ એ માટે મહિલાએ અન્ય પુરૂષ સાથે લગ્ન કરીને સમય વિતાવવો પડે છે. આ સમયને ‘ઈદત’ કહેવામાં આવે છે.આ ઉપરાંત સરકાર બહુપત્નીત્વને પણ ખતમ કરવા સુપ્રિમના દ્વાર ખટખટાવવાની છે. સુત્રોના જણાવ્યા મુજબ સરકાર નિકાહ હલાલા અને બહુપત્નીત્વ એ બંને પ્રથાને બંધ કરવાના પક્ષમાં છે. નિકાહ હલાલા અને બહુપત્નીત્વને પડકારતી અરજીઓના જવાબમાં અત્યાર સુધી કેન્દ્ર સરકારે કોઈ અરજી દાખલ કરી નથી, પરંતુ હવે આ પ્રથાનો અંત લાવવાનો નિર્ણય લેવાયો છે.સરકારનું માનવું છે કે એનડીએ સરકારે ટ્રિપલ તલાકનો વિરોધ કર્યા બાદ ઉત્તરપ્રદેશમાં મુસ્લિમ મહિલાઓએ મોટી સંખ્યામાં ભાજપને મત આપ્યા હતા. એટલું જ નહીં એનડીએ સરકારના આ વલણ પછી મહિલાઓને રાહત થઈ હતી.