કમિશન એજન્ટોએ ટ્રક હડતાલને ટેકો આપ્યો
ખેડુતોને પણ જણસી યાર્ડમાં ન લાવવા અપીલ કરાઈ
દેશભરનાં ટ્રક ટ્રાન્સપોટર્સ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણી સંતોષવા અચોકક્સ મુદતની હડતાલ આપવામાં આવી છે.આ હડતાલને રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડના કમિશન એજન્ટોએ ટેકો જાહેર કરી કોઈપણ પ્રકારની જણસીને હરરાજી નહી યોજવાનો નિર્ણય કર્યો છે આ કમિશન એજન્ટ એસોસીએશન દ્વારા ખેડુતોને પણ કોઈપણ પ્રકારની જણસ યાર્ડમાં નહી લાવવા માટે અપીલ કરી છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન યાર્ડના દલાલ મંડળના કાર્યકર્તા હિતેષભાઈએ જણાવ્યું કે હડતાલના પગલે એવું છે કે શુક્રવારથી આ હડતાલ લાગુ પડે પણ બે દિવસ સુધી નાના મોટા વાહનોની અવર જવર ચાલુ રહેલી પરંતુ માલ ખેડુતો આવતો વેચવામાં જે વેપારીઓ છે.
જેના માલ લોડીંગ નહી થતા મોટા વાહનો અવર જવર અટકી જતા હરરાજીનો માલ અહીથી ઉપડતા નહી અને વેપારીઓ દ્વારા ના પાડતા અમે લોકોને એવું નકકી કરેલું કે આજથી માર્કેટીંગ યાર્ડની આવકો બંધ કરી જયાં આગામી દિવસો સુધી આ લોકો ટ્રકની હડતાલ સમેટાઈ ન જાય ત્યાં સુધી અમા‚ માર્કેટીંગ યાર્ડ અચોકકસ પણે બંધ રહેશે.