ભારત સોનાની ખપતના મામલે વિશ્વમાં બીજો ક્રમ ધરાવે છે . ટ્રેડવોર બાદ હવે કરન્સી વોર સર્જાતા સેફહેવન સોનામાં આક્રમક તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સવા છ વર્ષની ઉંચાઇએ 1515 ડોલરની સપાટી કુદાવતાની સાથે સોમવારે સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ 400 ઉંચકાઇ 38,900ની નવી ઉંચાઇએ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 500 ઉછળી 43,500એ પહોંચી હતી.
વિદેશી બજારોમાં કિંમતી ધાતુઓમાં તેજી આવવાને કારણે સોનાના ભાવમાં ફરી એક વખત તેજી આવી છે. નિષ્ણાંતોના અભિપ્રાય મુજબ આ ભાવ દિવાળી સુધીમાં 40,000 રૂપિયા એ પહોંચે તેવી શકયતા છે. અમદાવાદના બજારમાં આજે 24 કેરટ સોનાનો 10 ગ્રામનો ભાવ 38,800થી 950 રૂપિયા( 3% જીએસટી સાથે) થયો છે. જ્યારે 1 કિલો ગ્રામ ચાંદીનો ભાવ 44,300( 3% જીએસટી સાથે) છે. 22 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 36500 છે.