એનડીએ સરકારના ત્રણ વર્ષ દરમિયાન કરેલી કામગીરીનો  રિપોર્ટ તૈયાર કરવા પ્રધાનોને આદેશ

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ કેબીનેટમાં ફેરફાર થવાનો છે. વડાપ્રધાન મોદીએ પ્રધાનોને પોતાના વિભાગમાં થયેલી કામગીરીનો વિગતવાર રીપોર્ટ તૈયાર રાખવા તાકિદ કરી છે. ત્યારબાદ રીપોર્ટના આધારે બહોળા ફેરફારની શકયતા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનોએ યુપીએ સરકારના ત્રણ વર્ષ અને એનડીએ સરકારના ત્રણ વર્ષની સરખામણીએ સફળ કામોને દેખાડવા પડશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં થયેલી બેઠક દરમીયાન પ્રધાનોને ગયા વર્ષની કામગીરીનો અહેવાલ સોંપવા રાષ્ટપતિની ચુંટણી સુધીની સમય મર્યાદા આપી છે.

૨૦૧૯ લોકસભા ચુંટણીને હવે બે વર્ષથી ઓછો સમય બાકી છે ત્યારે ભાજપ એનડીએ સરકારમાં થયેલા સફળ કામોની યાદી તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિની ચૂંટણી પછી મોદી સરકાર કેન્દ્રિય કેબિનેટમાં ફેરફાર કરવા અત્યારથી જ તૈયારી કરી રહી છે. સરકારે પ્રધાનો પાસે કામગીરીનો રિપોર્ટ માંગ્યો છે જેના આધારે પ્રધાનોને કઇ જવાબદારી સોંપવી તે નિર્ણય લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.