ડિજિટલ ચૂકવણા અંગે વિસ્તૃત માહિતી આપી યુઝર્સમાં જાગૃકતા લાવવા વોટ્સએપે ‘માર્કેટીંગ’ શરૂ કર્યુ

આજના 21મી સદીના આધુનિક યુગમાં ટેકનોલોજીના ઉપયોગથી લેવડદેવડ તેમજ મોટા ભાગની તમામ સેવાઓ ડિજિટલ બનતા માનવજીવન સરળ બન્યું છે. એમાં પણ હાલ કોરોનાકાળમાં ડિજિટલ પેમેન્ટનો આંકડો રેકોર્ડ બ્રેક નોંધાઈ રહ્યો છે. ત્યારે ગૂગલ પે, ફોન પે, ભીમ એપ જેવી સુવિધા વોટ્સએપે પણ

ગત વર્ષે શરૂ કરી ડિજિટલ પેમેન્ટ સર્વિસનો વિકલ્પ યૂઝર્સ માટે પૂરો પાડ્યો છે. પણ હાલમાં યુઝર્સમાં જાગરૂકતા લાવવા અને વોટ્સએપ પણ ડિજિટલ પેમેન્ટની સુવિધા આપી શકે છે, વોટ્સએપ પાસે પણ આવો વિકલ્પ છે. આથી યૂઝર્સ એનો ઉપયોગ વધુમાં વધુ કરતા થાય તે માટે હવે તેનું માર્કેટિંગ કરવાનું શરૂ કર્યુ છે.

દેશમાં કેટલાક વોટ્સએપ વપરાશકર્તાઓને બુધવારે એટલે કે ગઈકાલના રોજ પ્લેટફોર્મ પર આ ડિજિટલ પેમેન્ટ સુવિધા અંગે સૂચનાઓ આવી હતી. જેમાં સૂચવાયુ હતું કે વિશ્વની સૌથી મોટી મેસેજિંગ સર્વિસ એપ વોટ્સએપ લગભગ એક વર્ષ પહેલા લોન્ચ થયેલી તેની ડિજિટલ પેમેન્ટની સુવિધા વિશે વધુ જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે.

વોટ્સએપ પર ચુકવણીઓ વિશે જાગૃતિ લાવવી અને પ્લેટફોર્મનો ઉપયોગ આ માટે વધારવો એક મહત્વપૂર્ણ પ્રથમ પગલું છે. આ અંગે વધુ માહિતી આપતા વોટ્સએપ ઈન્ડિયાના ડાયરેકટર મહેશ મહાત્માએ જણાવ્યું કે 1 વર્ષ પહેલા લોન્ચ થયેલી ડિજિટલ પેમેન્ટની સર્વિસ અંગે વોટ્સએપે હાલ માર્કેટિંગ જોરશોરમાં શરૂ કર્યું છે આથી જ તમામ યુઝર્સને નોટિફિકેશન મોકલવામાં આવ્યા હતા.

તેમણે અન્ય એક મહત્ત્વની કડીરૂપ પર વાત કરતા જણાવ્યું કે વોટ્સએપ આગામી સમયમાં જાહેરાત પણ કરશે. મતલબ કે અત્યારે જેમ ફેસબુક, ગુગલ સહિતની કંપનીઓ સોશિયલ મીડિયા પર જાહેરાતો થકી રૂપિયા રળે છે તેવી રીતે તે પણ તેના પ્લેટફોર્મ પર જાહેરાતો મૂકી રૂપિયા રળશે..!!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.