સુરેન્દ્રનગર જિલ્લામાં બનતા ગૂન્હાઓ અટકાવવા તથા નાસતા ફરતા વોન્ટેડ ગુનેગારોને સોધી કાઢવા સુરેન્દ્રનગર જિલ્લાનાં પોલીસ વડા મનીન્દરસિંહ પ્રતાપસિંહ પવાર તથા ના.પો.અધિ સા. એમ.આર. શર્માનાઓના માર્ગદર્શન હેઠળ મળેલ હકિકત આધારે બજાણા પો.સ્ટે.ના પો.સબ. ઈન્સ. વી.બી.કલોત્રા તથા વાય.એસ.ચુડાસમા તથા પો.હેડ. કોન્સ. મનીષભાઈ તથા વનરાજભાઈ તથા પો.કોન્સ. રોહીતભાઈ તથા સંદીપભાઈ વિગેરે સ્ટાફના માણસો સેડલા ગામ તથા રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા .
દરમ્યાન હાર્દિક કાશીરામભાઈ પટેલ ઉ.૨૮ રહે ૨/૫૨ ગ્રીન પાર્ક સોસાયટી વાળાના કબ્જામાંથી બુલેટ મો.સા. નંબર વગરનું શકમંદ હાલતમાં મળી આવતા સી.આર.પી.સી. ક. ૪૧ (૧) ડી.૧૦૨ મુજબ કબ્જે કરેલ મજકૂરની પૂછપરછ દરમ્યાન મહેસાણા સીટી બી. ડીવીઝન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૧૨૩/૨૦૧૨ ઈ.પી.કો. ક. ૩૦૨ વિ.ના કામે સજા પડતા સેન્ટ્રલ જેલ અમદાવાદ ખાતે પાકા કેદી નં. એસ ૧૪૫૩૧થી સજા ભોગવતો હોય જે તા.૬ ફેબ્રુઆરીના રોજ પેરોલ જંપ કરી નાશી ગયેલાનું જણાવતા બજાણા પોલીસે પકડી પાડેલ છે. અને સાબરમતી સેન્ટ્રલ જેલ હવાલે કરવા તજવીજ કરેલ છે.