ગરેડીયા કુવા રોડ પર શાળા નં.7, લક્ષ્મીવાડીમાં શાળા નં.37, મેહુલનગરમાં શાળા નં.49 અને સોરઠીયા વાડી સર્કલ પાસે આવેલી શાળા નં.62ના મકાન મૂળ માલીકને સોંપી દેવા સ્ટેન્ડિગમાં દરખાસ્ત

ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની ચાર શાળાના ભાડુતી મકાન મૂળ માલિકને સોંપી દેવા સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ગરેડીયા કુવા રોડ પર શાળા નં.7નું મકાન મનસુખભાઇ પટેલ, લક્ષ્મીવાડી શેરી નં.6માં શાળા નં.37નું મકાન ધીરજભાઇ છનીયારા, કોઠારીયા રોડ પર નિલકંઠ સિનેમાની પાછળ મેહુલનગરમાં શાળા નં.49નું મકાન શિવાભાઇ સુખડીયા અને સોરઠીયા વાડી સર્કલ નજીક સોનલ ભેળ પાસે આવેલી શાળા નં.62નું મકાન કમલેશભાઇ આંબલીયાને સોંપવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ભાડાના મકાનમાં અગાઉ ચાલતી પ્રાથમિક શાળાઓના મકાન પરત આપવા બાબત તેમના મકાન માલિકો તરફથી મકાનનો કબ્જો પરત મેળવવા નામદાર હાઇકોર્ટ સમક્ષ કમલેશભાઇ આંબલીયા, શિવાભાઇ સુખડીયા, છનીયારા દયાળજી, મનસુખભાઇ પટેલ દ્વારા પીટીશન કરવામાં આવી હતી. ઠરાવ મુજબ અન્વયે મકાનની કરંટ માર્કેટ વેલ્યુના 33 ટકા રકમ ભરપાઇ કર્યેથી ભાડે રાખવામાં આવેલા મકાનો મકાન માલિકને પરત આપવા સૈધાંતિક નિર્ણય કરવામાં આવેલ જે ઠરાવ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્ કરેલ છે. સબંધિત ચારેય કેસમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે તા.16/09/2022થી હુકમ કરેલ છે કે મકાનોનો ખાલી શાંત અને નિર્ભીક કબજો હુકમની તારીખથી બે સપ્તાહની અંદર મકાન માલિકને સોંપી આપવા હુકમ થયેલ છે. જે આદેશ બાદ પીટીશનરઓ નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની અરજીઓ દાખલ કરેલ છે તેમજ સદર સ્પે.સી.એ.ના હુકમો સામે રાજકોટ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતી એલ.પી.એ. દાખલ કરેલ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ભાડાના મકાનમાં અગાઉથી ચાલતી પ્રાથમીક શાળાઓના મકાનો બાબતે સ્ટે.ક.ઠ.નં.65 તારીખ:13/06/2018 તથા જ.બો.ઠ.નં.19 તારીખ: 13/08/2018થી ભાડુતી શાળાઓના મકાનો શૈક્ષણીક હેતુ માટે તેમજ આંગણવાડીના ઉપયોગ માટે ફાળવવાનું ઠરાવવામાં આવેલ છે. પરંતુ આ ભાડુતી શાળાઓના મકાનો જર્જરિત હાલતમાં હોય ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તથા શાળા બોર્ડે કરારનામા કરીને શાળાના ઉપયોગ માટે ભાડે રાખેલ હોવાથી શિક્ષણ સમિતિ તરફથી તેના મૂળ માલિકોને મકાન પરત આપી દેવા જેથી બિન ઉપયોગી મકાનના ભાડાનો ખર્ચ ચૂકવવો ન પડે તે બાબતનો શાસનાધિકારી દ્વારા અભિપ્રાય થઇ આપેલ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઠરાવ નં.39 તા.13/10/2022 થી સબંધિત ભાડુતી શાળાઓના મકાન પરત આપવાની કાર્યવાહી કરવા અંગે કમિશનર રાજકોટ મહાનગરપાલિકાને અધિકૃત કરવામાં આવેલ છે, અને આ અંગેની આગળની કાર્યવાહી કરવા અંગે શાસનાધિકારીને સત્તા આપવા ઠરાવ થયેલ છે.

ઉપરોકત ચારેય મકાનોના કામે નામદાર હાઇકોર્ટ દ્વારા વંચાણે ક્રમાંક- 3 થી 6 ની વિગતે આપેલ ચુકાદાઓ અને તે ચુકાદાઓની અમલવારી કરેલ ન હોય પીટીશનરો તરફથી વંચાણે ક્રમાંક- 12 થી 14 ની વિગતે નામદાર હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની દાખલ કરેલ અરજીઓ તેમજ સબંધિત હાઇકોર્ટના હુકમ સામેની અપીલોના કામે તા.03-01-2023 ના હીયરિંગ દરમ્યાન નામદાર હાઇકોર્ટ દ્વારા મિલ્કતનો કબ્જો કેટલા દિવસમાં મૂળ માલિકોને સુપ્રત થશે તે અંગે કમિશનરને એફીડેવિટ કરવા તથા તમામ મિલ્કતોના ભાડાનો ડીમાન્ડ ડ્રાફ્ટ/ચેક તૈયાર કરી કોર્ટમા રજૂ કરવા આપેલ ડાયરેકશન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના પેનલ એડવોકેટ હેમન્ત મુન્શાના વંચાણે ક્રમાંક- 15 ના પત્રની વિગતો ધ્યાને લેતાં સદર કામે નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.16/09/2022 થી કરેલ હુકમો અનુસાર શાળા નં.62, શાળા નં.49, શાળા નં.37 અને શાળા નં.7 ના ભાડુતો મકાનોનો ખાલી અને પ્રત્યક્ષ કબ્જો તેમના માલિકોને પરત સોંપી દેવા નિર્ણય લેવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત કરાય છે.

6 લાખ મેટ્રીક ટન કચરાના નિકાલ માટે 19.38 કરોડનું આંધણ કરાશે

શહેરના તમામ 18 વોર્ડમાંથી એકત્રિત થતાં કચરાનો કોર્પોરેશન દ્વારા નાકરાવાડી સ્થિત ડમ્પીંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. અહિં હાલ 6 લાખ મેટ્રીક ટન જેટલો જૂનો કચરો જમા થઇ ગયો છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જૂના કચરાના નિકાલ માટે મહાપાલિકાને ફંડ આપવામાં આવે છે. નાકરાવાડી ખાતે એકત્રિત થયેલા કચરાનો નિકાલ કરવા માટે 19.38 કરોડનું આંધણ કરવામાં આવશે. આ કામનો કોન્ટ્રાક્ટ પોરબંદરની જય વચ્છરાછ રોડવેજ એન્ડ અર્થમૂવર્સ તથા અંકલેશ્ર્વરની માધવ એન્ટરપ્રાઇઝ નામની કં5નીને સોંપવામાં આવશે. જેમાં પ્રતિ મેટ્રીક ટન કચરાના નિકાલ માટે એજન્સીને રૂ.323 ચૂકવાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.