ભાવમાં ઉછાળા પાછળ ઓછી આવક જવાબદાર : ૧૦ દિવસમાં ભાવ ઘટશે તેવી શકયતા
ડુંગળીના વધેલા ભાવના કારણે લોકો અત્યાર સુધી પરેશાન હતા. પરંતુ હવે બટેટાના વધેલા પણ લોકો માટે માાનો દુ:ખાવો બની રહ્યાં છે. અમદાવાદ, રાજકોટ, બરોડા જેવા મોટા શહેરોમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બટેટાનો ભાવ બે ગણો ઈ ચૂકયો છે. આ શહેરોમાં અત્યારે બટેટા રૂપિયા ૩૫ થી ૪૦ ના કિલો લેખે વેંચાય રહ્યાં હોવાનું જાણવા મળે છે. આ આગામી ૧૦ દિવસમાં બટેટાની કિંમતમાં ઘટાડો શે તેવી અપેક્ષા સરકાર સેવી રહી છે.
આગામી ૧૦ દિવસમાં બટેટાની આવક વધશે જેના પરિણામે શહેરોમાં જોવા મળેલો ભાવ વધારો ઘટી જશે તેવું માનવામાં આવી રહ્યું છે. અલબત ક્ધઝયુમર અફેર મીનીસ્ટરીના રિપોર્ટ મુજબ બટેટાનો સરેરાશ ભાવ કિલોના રૂપિયા ૨૦ જ છે. જો કે આવક ઓછી હોવાના કારણે કેટલાક શહેરોમાં ભાવ આસમાને આંબી રહ્યાં હોવાનું માનવામાં આવે છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, પ.બંગાળમાં બટેટાનું ઉત્પાદન બહોળા પ્રમાણમાં થાય છે. જો કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે નુકશાન પહોંચ્યું હતું. જેના કારણે બજારમાં બટેટાની આવક ઓછી જોવા મળી હતી.
અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં બટેટાના ભાવ ધીમીગતિએ વધવા લાગ્યા હતા. અગાઉ ડુંગળીના વધેલા ભાવના કારણે લોકો પરેશાન થયા હતા. બટેટાના ભાવમાં આવેલો ઉછાળો ગત વર્ષની સરખામણીએ ખુબજ વધુ છે. વર્ષ ૨૦૧૮માં આજની પરિસ્થિતીએ બટેટાના ભાવ સાર્વત્રિક અને ઓછા જોવા મળ્યા હતા. ચાલુ વર્ષે ભાવ રૂપિયા ૩૦ ૪૦ ની વચ્ચે રહ્યાં છે. આ વધેલા ભાવ પાછળ ઓછી આવક જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ડુંગળીના ભાવમાં પણ છેલ્લા થોડા સમયી સતત વધારો જોવા મળ્યો છે. ડુંગળીના ભાવ રૂપિયા ૧૫૦ નજીક પહોંચી ગયા બાદ હવે બટેટાના ભાવ પણ વધતા સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. ડુંગળીના ભાવ હજુ થોડા દિવસ સુધી નીચે નહીં આવે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.