• જામનગરના જામજોધપુરમાં પંથકમાં હવામાનમાં એકાએક પલટો આવતા ધોધમાર એક ઈંચ વરસાદ વરસ્યો

ગુજરાતમાં ઓગસ્ટમાં સારો વરસાદ થયા બાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા ઓછી થઈ રહી છે. જોકે, હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ચોમાસાની વિદાયને હજુ સમય છે. હાલ તેના કોઈ એંધાણ નથી. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આ અઠવાડિયામાં ગુજરાતમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્ર સિવાયનાં તમામ વિસ્તારોમાં પાંચ દિવસ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. તેમજ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ઝોનમાં વાતાવરણ સૂકું રહેશે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં છ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુરમાં સૌથી વધુ એક ઈંચ વરસાદ નોંધાયો છે.ઉપરાંત, ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં પણ વરસાદ પડવાની શક્યતા છે.સમગ્ર રાજ્યમાં વરસાદ બંધ થયા બાદ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ભેજનું પ્રમાણ વધુ રહેવાથી લોકો બફારાથી બેહાલ થઇ રહ્યાં છે.

હવામાન નિષ્ણાતે કરેલી આગાહી મુજબ, સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં હજુ એક વરસાદના રાઉન્ડની શક્યતા છે. 10થી 15મી તારીખ સુધીમાં આપણને પવનની ગતિમાં વધારો જોવા મળ્યો હતો. 16મી તારીખથી પવનની સ્પીડ સામાન્યની નજીક આવી ગઈ છે. આગામી એક સપ્તાહ સુધી આ સ્પીડ આમ જ સામાન્યની આસપાસ રહેવાની શક્યતા છે. તાપમાન ગત સપ્તાહની સરખામણીમાં વધ્યું છે. જે 30 ડિગ્રી આસપાસ તાપમાન હતું તે 10 સપ્ટેમ્બર પછીથી વધ્યું છે. આજની તારીખમાં આ તાપમાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 33થી 35 ડિગ્રીએ જતું જોવા મળી રહ્યું છે. આગામી એક સપ્તાહ સુધી તાપમાન આટલું જ જોવા મળે તેવી જ શક્યતા છે. ભેજ ઘટવાને કારણે સપ્ટેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહમાં સારો વરસાદ જોવા મળ્યો નથી. પરંતુ બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. આવનારા દિવસોમાં પણ વધુ એક સિસ્ટમ બને તેવું લાગી રહ્યું છે. આ સિસ્ટમ 23-24 તારીખે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવે તેવી શક્યતા છે. આ વરસાદનો રાઉન્ડ ચારથી પાંચ દિવસ જોવા મળે તેમ લાગી રહ્યું છે. રાજ્યનાં 60થી 70 ટકા ભાગોમાં આ વરસાદ આવી શકે છે.જેમાં બેથી લઈને પાંચ ઇંચ વરસાદ લાવી શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.