Abtak Media Google News

ચાર મહિના બાદ આદિત્ય સૂર્યની ભ્રમણ કક્ષામાં પહોંચશે: સૂર્ય મિશન સફળ થશે તો ભારત વિશ્વનો ચોથો દેશ બનશે

ચંદ્રયાન ત્રણને સફળતા મળ્યા બાદ ઈસરો અવકાશના દરેક ગ્રહો ઉપર એક પછી એક ખેતી કરવા માટેનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે જેના પરિણામ સ્વરૂપે આજે ચંદ્ર પછી 15 લાખ કિલોમીટરનું અંતર કાપી સૂર્યની ખેતી કરવા આદિત્ય શ્રી હરિકોટા થી ઉડાન ભરશે. સાથોસાથ સૂર્યનારાયણ દેવના અનેક ગુડ રહસ્યો ઉકેલશે.

ચંદ્રયાન-3ની અપાર સફળતા પછી ઇસરો હવે તેના આગામી સોલર પ્રોજેક્ટ આદિત્ય એલ1 માટે તૈયાર છે. ઇસરોના પ્રમુખ એસ.સોમનાથે જણાવ્યું કે આદિત્ય એલ-1 લોન્ચિંગની ગણતરી આજથી ચાલુ થઈ જશે. સમગ્ર ભારતવાસીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માગે છે. ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે. આમાંથી પ્રાપ્ત માહિતી અન્ય તારાઓ, આપણી આકાશગંગા અને ખગોળશાસ્ત્રના ઘણા રહસ્યો અને નિયમોને સમજવામાં મદદ કરશે. સૂર્ય આપણી પૃથ્વીથી લગભગ 150 મિલિયન કિમી દૂર છે. જો કે આદિત્ય એલ1 આ અંતરના માત્ર એક ટકાને જ કવર કરી રહ્યું છે, પરંતુ આટલું અંતર કાપ્યા પછી પણ તે આપણને સૂર્ય વિશે એવી ઘણી માહિતી આપશે, જે પૃથ્વી પરથી જાણવી શક્ય નથી.

આદિત્ય એલ1 એટલે કે ભારતનું સૂર્ય મિશન જે ભારતીય અવકાશ એજન્સી ઇસરો આજે લોન્ચ કરવા જઈ રહ્યું છે. આદિત્ય એલ1 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ થશે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે, જેનું લાઈવ ટેલિકાસ્ટ ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે. આદિત્ય એલ1 ના લોન્ચિંગ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે ‘શું આદિત્ય એલ1 સૂર્યની આટલી નજીક પહોંચ્યા પછી બળીને રાખ નહીં થઈ જાય? આવા અનેક પ્રશ્નો હાલ ઉદ્ભવિત થઈ રહ્યા છે. બીજી તરફ એલ1 સ્થાન એવું છે કે જ્યાં આદિત્યને કોઈ પણ પ્રકારના ગ્રહણનો સામનો નહીં કરવો પડે અને તે આદિત્ય સતત પૃથ્વી પર સૂર્યના ફોટા મોકલતું રહેશે.

ક્યાં કારણે આદિત્ય એલ1માં સ્થાપિત કરાશે

આદિત્ય એલ1 મિશન 15 લાખ કિમીની મુસાફરી કરીને એવા સ્થળે પહોંચશે જે સૂર્યથી ચોક્કસ અંતરે હશે. આ એટલા માટે કરવામાં આવશે જેથી આદિત્ય એલ1 સૂર્યના તાપથી ક્ષતિગ્રસ્ત કે નાશ ન પામે અથવા બળીને રાખ ન થઈ જાય. આદિત્ય એલ1 પૃથ્વી અને સૂર્યની વચ્ચેના પોઈન્ટ એલ1 પર સ્થાપિત થશે, જ્યાં સૂર્ય અને પૃથ્વી બંનેનું ગુરુત્વાકર્ષણ બળ પહોંચે છે. તમને જણાવી દઈએ કે સૂર્યની સપાટી પરનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ છે. આવી સ્થિતિમાં, આદિત્ય એલ1 સ્થાન પર સ્થાપિત કરવું ફરજિયાત છે. જો આદિત્ય પોઈન્ટ એલ1 પર અટકશે નહીં, તો તે સૂર્ય તરફ જવાનું શરૂ કરશે. જો આમ થશે તો આદિત્ય એલ1 સૂર્યના તાપમાન સામે ટકી શકશે નહીં અને બળીને રાખ થઈ જશે.

સૂર્ય તરફનું દેશનું પ્રથમ મિશન

સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ ભારતનું પ્રથમ મિશન છે, જે ઈંજછઘ એવા સમયે હાથ ધરવા જઈ રહ્યું છે જ્યારે તેણે તાજેતરમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો છે. દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરનાર ભારત વિશ્વનો પ્રથમ અને એકમાત્ર દેશ છે.

આદિત્ય એલ1 ક્યાં પાર્ક કરવામાં આવશે?

આદિત્ય-એલ1 સૂર્ય-પૃથ્વી સિસ્ટમના એલ1 બિંદુની આસપાસ ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. આ તે બિંદુ છે જ્યાં સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ તટસ્થ છે. અવકાશમાં હાજર આ ‘પાર્કિંગ પ્લેસ’ પર ગુરુત્વાકર્ષણ બળના સંતુલનને કારણે, વસ્તુઓ અહીં રહી શકે છે, જેનાથી ઇંધણનો વપરાશ પણ ઓછો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.