દેશી દારૂની મેગા ડ્રાઇવનું રાતો રાત સપ્નું કોને આવ્યું?
આંતકવાદીને પકડવા પોલીસ ધસી જાય તેમ પોલીસ અધિકારીઓએ સાબદા બની ત્રાટકી બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો
કુબલીયાપરામાં દારૂની ગૃહ ઉદ્યોગની જેમ ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ માટે કોણ જવાબદાર?
શહેરના કુબલીયાપરામાં વર્ષોથી ગૃહ ઉદ્યોગની જેમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે તેમ છતાં પોલીસ આંખ આડા કાન કરી દારૂના દરોડા પાડવાનું ટાળે છે. રાજયમાં કોઇ સ્થળે લઠ્ઠાકાંડ સર્જાય ત્યારે કુબલીયાપરામાં દેશીદારૂનું પોલીસ દ્વારા રાતોરાત બંધ કરાવ્યા બાદ ફરી દરોડા પાડવાનું બંધ થઇ જતું હોય છે. પરંતુ ગતરાતે પોલીસના કોઇ અધિકારીને કુબલીયાપરા સપ્નામાં આવ્યું હોય તેમ અચાનક દેશી દારૂ અંગે મેગા ડ્રાઇવનું આયોજન કરાયા બાદ સમગ્ર શહેરના પોલીસ સ્ટાફને આંતકવાદીને પકડવા માટે સાબદા કરવામાં આવે તેમ પોલીસ સ્ટાફ વહેલી સવારે સજ્જ બની કુબલીયાપરામાં ત્રાટકી હતી.
શહેરના કુબલીયાપરા અને જંગલેશ્વર વિસ્તાર દેશી દારૂ માટે પંકાયેલા છે તે સમગ્ર શહેરના નાના નાના બાળકો પણ જાણે છે તેમ છતાં પોલીસ સ્ટાફ કેમ દરોડા પાડતી નથી તેવા સવાર સાથે જ પોલીસ સ્ટાફની મીઠી નજર હોવાનું ગણાવી ચોક્કસ પોલીસ મથકના સ્ટાફને જવાબદાર ગણાવવામાં આવે છે અને દેશી દારૂ જેવી કામગીરી ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને ન કરવાની હોય તેમ કહી બંને મહત્વની બ્રાન્ચનો બચાવ કરવામાં આવે છે.
પરંતુ ગતરાતે પોલીસના ઉચ્ચ અધિકારીને કુબલીયાપરામાં દેશી દારૂ અંગે મેગા ડ્રાઇવનું સપ્નું આવ્યું કે ઉચ્ચ અધિકારીને સિધ્ધી બાતમી મળી હોય તેમ દેશી દારૂ અંગે મેગા ડ્રાઇવનું આયોજન કર્યુ હતું. આંતકવાદીને પકડવા જાય તેમ તમામ એસીપી, ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ સાથે ૧૫૦ જેટલા પોલીસ સ્ટાફની ૨૨ જેટલી ટીમ બનાવી મેગા ડ્રાઇવ કરવામાં આવી હતી.
શું? મેગા ડ્રાઇવ પછી કુબલીયાપરામાં દેશી દારૂનું દુષણ બંધ થઇ જશે? તે અંગે પોલીસની કોઇ ગેરેન્ટી નથી શ્રમજીવીઓ પોતાની કાળી મજુરીની કમાણી કુબલીયાપરામાં દારૂ પાછળ વેડફી નાખે છે. એટલું જ નહી દારૂના બંધાણી નશામાં કેટલીક વખત ગંભીર ગુના કરતા ખચકાતા ન હોવાથી કુબલીયાપરામાંથી દા‚ની બદીને કાયમ માટે બંધ કરાવવી જરૂરી બન્યું છે. મેગા ડ્રાઇવ કેમ યોજવી પડી અને કુબલીયાપરામાં દા‚ના વેચાણ માટે કોણ જવાબદાર શુ તેની સામે ઉચ્ચ અધિકારીઓ કાયવાહી કરશે તેવો પણ સવાલ થઇ રહ્યા છે.