ઉંઝાના આંગણે હિન્દુ સંસ્કૃતિનો દિવ્ય અને શ્રેષ્ઠ યજ્ઞ

કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા આયોજીત દિવ્ય લક્ષચંડી મહાયજ્ઞનું સીમાચિહન ‚રૂપ અભૂતપૂર્વ આયોજન

ઉમિયા માતાજી સંસ્થાના-ઉઝા દ્વારા આગામી તા.૧૮ થી ૨૨ ડિસેમ્બર,૨૦૧૯ દરમિયાન ઉઝા ખાતે ૮૦૦ વિદ્યા જમીનમાં ૧૮મી શતાબ્દિ બાદ પ્રથમવાર યોજાનારા હિન્દુ સંસ્કૃતિના અતિ મહત્વના પૈકીના લક્ષચંડી મહાયજ્ઞમાં અનેક નવા વિક્રમો પ્રસ્થાપિત થશે.મહાભારતમાં થયેલ અશ્ર્વમેઘ યજ્ઞ બાદ આ સૌથી મોટી યજ્ઞ છે.

J. M. PANARA

અત્યારે દેશ-વિદેશમાં યજ્ઞની કંકોત્રીના વધામણા  થઈ રહ્યા છે. કુલ ૪૫ કમિટીઓ દ્વારા વિવિધ જવાબદારીઓ અદા થઈ રહી છે. ૨૦,૦૦૦ થી વધારે સ્વયંસેવકો યજ્ઞને સફળ બનાવવા રાત-દિવસ સખત મહેનત કરી રહ્યા છે. ૧૨૪ દેશોમાંથી અંદાજે ૮૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ દર્શનાર્થે પધારશે તેમ માનીને સંપુર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.અત્યારથી જ તૈયારીઓ નિહાળવા માટે હજારો લોકો રોજ ઉમિયાનગર (ઉંઝા) ની મુલાકાત લઈ રહ્યાં છે.

ઉઝાંના આંગણે ૫૧ શકિત પીઠના પ્રતિક મંદિરો સાથે ૮૧ ફુટ ઉચાઈની પવિત્ર યજ્ઞશાળા સાથે ૩૫૦૦ લોકો બેસી શકે તેવો વિશાળ મંડપ બનશે.૫૧ શકિત પીઠોમાં  ઈકો ફેન્ડલી મૂર્તિઓના દર્શન થશે.મૂર્તિઓની રચના માટે ઓરિસ્સાથી મૂર્તિકારો આવ્યાં છે .ઈકોફેન્ડલી મૂર્તિઓ તૈયાર થઈ રહી છે. વડોદરાથી આવેલ કાળી માટી,ભુસુ, વાંસ, સુતળી, ઘાસ તથા કાપડની મદદથી એવરેજ ૩ ફુટ ઉચી મૂર્તિ બનાવી રહ્યા છે.જે થરમોકોલના ૨૫ ફુટ ઉચા ડોમમાં ૧૭ થી ૨૨ ફુચ ઉચા દેવાલયોમાં સી આકારે  ૧૭ની ૩ લાઈનમાં ગોઠણી કરાશે.વચ્ચે ઉમિયા માતાજીની મૂર્તિ બિરાજમાન થશે.૮૧ ફુટ ઉચી યજ્ઞશાળાની રચના માટે ૬૦ હજાર પાકી ઈંટ યજ્ઞકુંડ  માટે ૨૫ હજાર  કાચી  ઈંટ,૧૮૦૦ કિલો કાથી, ૯૫૦૦ નંગ વાંસ/ બાંબુ અને ૧૬૦૦ ટન માટીનો ઉપયોગ થયેલ છે.

Screenshot 1 32

વિશાળ ધર્મસ્થ સ્થળ:- ઉમિયા નગરમાં વિશાળ ધર્મસભા સ્થળ ઉભું કરાયું છે.જયાંથી જગદ્દગુ‚ શંકરાચાર્ય સહિત દેશના ખ્યાતનામ સંતો-મહંતો પોતાના આર્શીવચન અને અમૃતવાણીનો લાભ આપશે.જગદ્ગુ‚ સ્વ‚પાનંદ સરસ્વતીના હસ્તે આ ધર્મસભાનું સ્થાપન કરશે.

ગબ્બરની રચના:- ૨૦૦૦ વાંસ તથા ૬૦૦૦ મીટર કંતારની તૈયાર કરાયેલ ગબ્બરમાંથી માં ઉમાનું પ્રાગ્ટય થશે. ૧૦૦*૫૦ મીટરના ગબ્બરની વિશાળ રચના કરવામાં આવી છે. જેમાં ૬૦૦ લીટર પીઓપી,૨૫૦૦ લાકડા, ૫૦૦ કિલો કાથી તથા ૧૦૦ લિ.કલરનો ઉપયોગ કરવામાં  આવ્યો છે.અમદાવાદના ૩૦ કારીગરોએ ૪૦ દિવસની મહેનત બાદ ગબ્બરની આબેહુબ  પ્રતિકૃતિ તૈયાર કરી છે.ગબ્બરની વચ્ચેથી ૩૦ ફુટ ઉંચી અને ૫*૫ ફુટ પહોળાઈની લીફટ ઉપરમાં ઉમીયાની પ્રતિમા બહાર નીકળશે. જાણે માં ઉમિયાનું પ્રાગ્ટય થતું હોય તેવો ઉપર રોજ ૧૦ મિનિટ ૨૫ બાળાઓ ગરબા કરશે.

સાંસ્કૃતિક કાર્યક્રમો:- આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞમાં ઉમિયાનગર ખાતે રોજ રાત્રે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં માં ઉમિયાની થીમ આધારિત ૪૫ મિનિટના મલ્ટી મીડીયા શો માં ગરબો દિવસથી તાલીમ લઈ રહી છે. જેની રજુઆત ડીઝીટલ લાઈટ અને અલ્ટ્રા સાઉન્ડ સાથે ૧૨૦*૭૬ ફુટના વિશાળ સ્ટેજ ઉપર સામુહિક ગરબા રજુ થશે.જે એક સાથે ૨૫ હજાર લોકો નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવમાં આવી છે.

જ્ઞાનકુટીન:- ધર્મથી કર્મ તરફ પ્રયાણ કરવા માટે ગ્લોબલ ઈનોવેશન કોન્કલેવ નું આયોજન કરવામા આવ્યું છે.સનાતન ભારતીયગ સંસ્કૃતિમાંથી પ્રેરણા લેવા માટે જ્ઞાનકુટીરની રચના કરવામા આવી છે. જેમાં વેદવ્યાસ કુટીર,આર્યભટ્ટ કુટીર તથા બલરામ કુટીરનો સમાવેશ થાય છે.

વિવિધ સુવિધાઓ:- ૩૦૦ વિઘા જમીનમાં યજ્ઞશાળા,બાળનગરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાત્વિક ભોજન પ્રસાદ માટે ભોજનશાળા, વિવિધ થીમ આધારીત  એકઝીબીશન, પાર્કીંગ, વી.આઈ.પી.પાર્કિગ મીડિયા, અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર તથા તાત્કાલીક સારવાર માટે મેડીકલ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે.

પાણીની વ્યવસ્થા:- લક્ષચંડી મહાયક્ષમાં આવનાર દર્શનાર્થીઓ માટે પગ ત્યાં પાણી ની વ્યવસ્થાનો પ્રોજેકટ તૈયાર કરાયો છે જેમાં રોજ ૧.૫૦ લાખ કરોડ લિટર ધરોઈનું પાણી ફિલ્ટર કરી ઉપયોગમા લેવાશે.મહોત્સવ કમિટિના ચેરમેન એમ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ધરોઈ વિભાગ અને નગર પાલિકાના સહયોગથી ૮૦૦ વિઘામાં ૫૧ હજાર રનીંગ ફુટ પાઈપ દ્વારા પીવાનું પાણી ૧૦૦૦ નળ (ચકલીઓ)દ્વારા ઉપયોગમાં લેવાશે.આ પાણીનો વેડફાટ ન થાય તે માટે ૨૫ હજાર ફુટ રનીંગ ગટરનું પણ આયોજન હાથ ધરાયું છે. ઉમિયા માતાજીની શોભાયાત્રા માટે ૫૧૦૦ કુંડા, જવેરા વાવીને તૈયાર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.

વિશાળ ભોજન શાળા:- લક્ષચંડી યજ્ઞમાં માત્ર ૩૦ મિનીટમાં ૫૦ હજાર લોકો જમી શકે તે માટે ૬૩ વીઘામાં વિશાળ ભોજનશાળા બનાવવામાં આવી છે. જેમાં પાંચ હજાર થી વધુ સ્વયંસેવકો ખડે પગે સેવા આપશે.આ પ્રસંગે ૨૦ લાખથી વધુ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવનાર છે.અહીં આવનાર દર્શનાર્થીઓ માટે એક લાખ લિટર દુધની ચા બનાવવામાં આવનાર છે. શુધ્ધ ઘીના મગદાળનો પ્રસાદ બનાવવામાં આવશે.બે લાખ બોકસમા પ્રસાદનું પેકીંગ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.