હળવદ-માળીયાના દરિયાકાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ
બનાસકાંઠા માં ભારે વરસાદ ને કારણે બનાસ નદી ના પાણી માળીયા-હળવદ સુધી પહોંચતા હાઈ એલર્ટ વચ્ચે ૯૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલ ના જણાવ્યા મુજબ બનાસ નદીમાં આવેલા ભારે પૂરને કારણે આ પાણી માળીયા-હળવદના દરિયાકાંઠા સુધી પહોંચે તેમ હોય ખાડી વિસ્તારમાંથી ૯૦૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
વધુમાં કલેક્ટર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.
દરમિયાન મોરબી જિલ્લાની પૂરની પરિસ્થિતીને લઈ જિલ્લા કલેક્ટરે સાંજે ૪ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે.