મોટાભાગના કિસ્સામાં જૂની જંત્રી મુજબ જ સ્ટેમ્પ ડ્યુટીની ભરપાઇ : જિલ્લામાં 14 એપ્રિલથી 16 મે સુધીમાં કુલ 14860 દસ્તાવેજોની નોંધણી, નોંધણી ફી પેટે રૂ. 11.43 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ. 68.66 કરોડની આવક
ગુજરાતમાં જંત્રીદરમાં વધારો આવ્યા બાદ પણ વિકાસની હરણફાળ ભરી રહેલા રાજકોટમાં મિલકતનાં રજીસ્ટ્રેશન-દસ્તાવેજ માટે જબરો ઘસારો જોવા મળી રહ્યો છે. જેથી રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીઓએ સરકારની તિજોરી છલકાવી દિધી છે. છેલ્લા એક મહિનામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની અધધધ રૂ. 80 કરોડની આવક થઇ છે.
ઉંચા દરથી બચવા તથા વર્તમાન દરે જ રજીસ્ટ્રેશન કરાવવા માટે અગાઉ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘસારો જોવા મળતો હતો. જો કે હજુ પણ દસ્તાવેજ નોંધણી માટે સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લગભગ સ્લોટ ફુલ જઈ રહ્યા છે આ સ્થિતિમાં સરકારની સ્ટેમ્પ ડયુટી-રજીસ્ટ્રેશન ફીની આવકમાં મોટો વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 18 સબ રજિસ્ટ્રાર કચેરીઓ કાર્યરત છે. જેમાં માત્ર માર્ચ મહિનામાં જ 19673 દસ્તાવેજની નોંધણી થઇ હતી. ત્યારબાદ 14 એપ્રિલથી 16 મેં સુધીમાં 14860 દસ્તાવેજોની નોંધણી થઈ છે. ઝોનવાઈઝ સ્થિતિ જોઈએ તો કોટડા સાંગાણીમાં 665 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.20 કરોડની આવક થઈ છે. તેવી જ રીતે કોઠારીયા ઝોનમાં 819 દસ્તાવેજની નોંધણીથી રૂ. 3.96કરોડની આવક થઈ છે. જામકંડોરણામાં 147 દસ્તાવેજની નોંધણીથી રૂ. 16.86 લાખની આવક થઈ છે. મવા ઝોનમાં 886 દસ્તાવેજની નોંધણીથી રૂ. 9.04 કરોડની આવક થઈ છે. ઉપલેટામાં 521 દસ્તાવેજની નોંધણીથી રૂ. 1.76 કરોડની આવક થઈ છે.
મોરબી રોડ ઝોનમાં 1685 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.33 કરોડની આવક થઈ છે. વીંછીયામાં 89 દસ્તાવેજની નોંધણીથી રૂ. 9.42 લાખની આવક થઈ છે. રતનપર ઝોનમાં 1056 દસ્તાવેજની નોંધણીથી રૂ. 7.32 કરોડની આવક થઈ છે. રૈયામાં 1305 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.05 કરોડની આવક થઈ છે. ગ્રામ્ય ઝોનમાં 782 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.68 કરોડની આવક થઈ છે. જસદણમાં 690 દસ્તાવેજની નોંધણીથી રૂ. 3.87 કરોડની આવક થઈ છે. રાજકોટ 1 ઝોનમાં 986 દસ્તાવેજની નોંધણીથી રૂ. 6.35 કરોડની આવક થઈ છે. ગોંડલમાં 1464 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.26 કરોડની આવક થઈ છે. પડધરીમાં 321 દસ્તાવેજની નોંધણીથી રૂ. 97.74 આવક થઈ છે. લોધિકામાં 978 દસ્તાવેજની નોંધણીથી રૂ. 4.65 કરોડની આવક થઈ છે. જેતપુરમાં 808 દસ્તાવેજની નોંધણીથી રૂ. 2.71 કરોડની આવક થઈ છે. ધોરાજીમાં 306 દસ્તાવેજની નોંધણીથી રૂ. 94.85 લાખની આવક થઈ છે. મવડી ઝોનમાં 1352 દસ્તાવેજની નોંધણીથી રૂ. 8.65 કરોડની આવક થઈ છે.